સાઉદીના રાજકુમારે આપી હતી પત્રકાર ખશોગીની હત્યાને મંજૂરીઃ અમેરિકી રિપોર્ટ


- બાઈડન પ્રશાસન પર રાજઘરાનાને હત્યા માટે જવાબદાર ઠેરવવાનું દબાણ વધે તેવી શક્યતા

વોશિંગ્ટન, તા. 27 ફેબ્રુઆરી, 2021, શનિવાર

અમેરિકાના ગુપ્તચર વિભાગે 2018માં થયેલી પત્રકાર જમાલ ખશોગીની હત્યા મામલે એક મહત્વનો દાવો કર્યો છે અને સાઉદી અરેબિયાના રાજકુમાર મોહમ્મદ બિન સલમાનને સીધી રીતે જવાબદાર ઠેરવ્યા છે. અમેરિકી અધિકારીઓનું માનવું છે કે, સાઉદી અરેબિયાના રાજકુમારે ઈસ્તાંબુલ ખાતેના સાઉદી ઉચ્ચાયોગમાં પત્રકાર જમાલ ખશોગીને 'પકડો અથવા તેની હત્યા કરો' અભિયાનને મંજૂરી આપી હતી. 

આ રિપોર્ટ સામે આવ્યા બાદ અમેરિકામાં સત્તાધીશ બાઈડન પ્રશાસન પર રાજઘરાનાને હત્યા માટે જવાબદાર ઠેરવવાનું દબાણ વધી શકે છે. આ કેસમાં પ્રથમ વખત અમેરિકાએ જાહેરમાં સાઉદીના રાજકુમારનું નામ લીધું છે. 2 ઓક્ટોબર, 2018ના રોજ ખશોગીનું મૃત્યુ થયું હતું અને ત્યાર બાદ અમેરિકાની બંને રાજકીય પાર્ટીઓની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ખશોગીને સાઉદી અરેબિયાના રાજકુમાર મોહમ્મદ બિન સલમાનના આકરા ટીકાકાર માનવામાં આવતા હતા. જો કે, હજુ સુધી આ નિષ્કર્ષને સત્તાવાર રીતે સાર્વજનિક નથી કરવામાં આવ્યું. 

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને સાઉદીના કિંગ સલમાન સાથે શિષ્ટાચાર વાર્તા કરી તેના એક દિવસ બાદ જ આ રિપોર્ટ સામે આવ્યો છે. જો કે, વ્હાઈટ હાઉસ દ્વારા આ વાર્તા સંબંધી જે નિવેદન બહાર પાડવામાં આવ્યું તેમાં પત્રકારની હત્યાનો કેસ સામે આવ્યો હોવાનો કોઈ ઉલ્લેખ નહોતો કરાયો. તેમાં બંનેએ બંને દેશો વચ્ચે દીર્ઘકાલીન ભાગીદારી અંગે ચર્ચા કરી હોવાનું કહેવામાં આવ્યું હતું. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો