દેશમાં પહેલી માર્ચથી 100 રૂપિયા/લિટર થઈ જશે દૂધનો ભાવ! આ કારણ છે જવાબદાર


- ટ્વીટર પર ચાલી રહ્યો છે ટ્રેન્ડ: અનેક ટ્વીટ એક સરખી હોવાથી કોઓર્ડિનેટેડ કેમ્પેઈન હોવાની આશંકા

નવી દિલ્હી, તા. 27 ફેબ્રુઆરી, 2021, શનિવાર

શું પહેલી માર્ચથી 100 રૂપિયા/લિટર થઈ જશે દૂધનો ભાવ? માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ટ્વીટર પર શનિવાર સવારથી જ એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેમાં આ હેશટેગનો ઉપયોગ થઈ રહ્યો છે. તેમાં સમાચાર પત્રની એક કાપલી શેર કરીને એવો દાવો કરાઈ રહ્યો છે કે, ખેડૂતોએ દૂધનો ભાવ વધારવાની વાત કરી છે. પેટ્રોલ-ડીઝલની માફક એક રેટ લિસ્ટ પણ શેર કરવામાં આવ્યું છે જેમાં ટેક્સ બ્રેકઅપ આપવામાં આવ્યા છે અને 100 રૂપિયા ભાવ કઈ રીતે નિર્ધારિત કરાયો તેનું વિવરણ રજૂ કરાયું છે. 

હજુ સુધી ખેડૂત સંગઠનોએ આ મામલે કોઈ પૃષ્ટિ નથી આપી પરંતુ સોશિયલ મીડિયામાં આ સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. શેર કરવામાં આવી રહેલી કાપલીમાં સિંધુ બોર્ડર પર આંદોલન કરી રહેલા સંયુક્ત કિસાન મોરચાના એક પદાધિકારીનું નામ લખેલું છે. તેમનો હવાલો આપીને લખવામાં આવ્યું છે કે, 50 રૂપિયે લિટર વેચાતું દૂધ તેનાથી બમણી કિંમતે એટલે કે 100 રૂપિયે લિટર વેચાશે. 

પેપરના કટિંગ પ્રમાણે ખેડૂત નેતાનું કહેવું છે કે, ડીઝલનો ભાવ વધારીને કેન્દ્ર સરકાર ખેડૂતોને ઘેરવા પ્રયત્ન કરી રહી છે તો તેનો ઉકેલ કાઢવા દૂધનો ભાવ બમણો કરવામાં આવ્યો છે. ઉપરાંત જો સરકાર નહીં માને તો શાકભાજીના ભાવ વધારવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. 

આ હેશટેગ સાથે ટ્વીટ કરી રહેલા કેટલાક લોકો જો 100 રૂપિયે લિટર પેટ્રોલ ખરીદી શકો છો તો દૂધ કેમ નહીં તેવો સવાલ પણ કરી રહ્યા છે. શેર કરવામાં આવી રહેલા રેટ લિસ્ટમાં લીલા ચારાનો ટેક્ષ, લેબર ટેક્ષ, ખેડૂતોનો નફો વગેરે દર્શાવવામાં આવ્યા છે. 

પહેલી નજરે આ એક કોઓર્ડિનેટેડ કેમ્પેઈન લાગી રહ્યું છે કારણ કે, અનેક ટ્વીટ એક સરખી છે અને તેમાં ટેમ્પલેટ્સનો ઉપયોગ કરવામાં આવેલો છે. 

સંયુક્ત કિસાન મોરચાએ સત્તાવાર રીતે આ મામલે કોઈ નિવેદન નથી આપ્યું. દેશના કેટલાક દૂધ ઉત્પાદકોએ પેટ્રોલ-ડીઝલના ભાવનો હવાલો આપીને દૂધના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરવાની વાત કરી છે પરંતુ 100 રૂપિયા કરવાની જાહેરાત કોઈએ નથી કરી. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો