1 માર્ચથી 60 વર્ષથી ઉપરના અને 45 વર્ષથી ઉપરના બિમાર લોકોને કોરોના વેક્સિન આપવાની શરુઆત થશે
નવી દિલ્હી, તા. 24 ફેબ્રુઆરી 2021, બુધવાર
દેશમાં છેલ્લા થોડા સમયથી કોરોના વેક્સિનેશન ચાલી રહ્યું છે. તો વર્તમાન સમયે ફરી એક વખત દેશમાં કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. તેની સામે સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી 1 માર્ચથી દેશના 10 હજાર સરકારી અને 20 હજારે પ્રાઇવેટ કેન્દ્રો ઉપર 60 વર્ષથી ઉપરના લોકોને કોરોના વેક્સિન આપવાની શરુઆત કરવામાં આવશે.
કોરોના વેક્સિનેશનના આ બીજા તબક્કાની અંદર એવા લોકોને પણ રસી આપવામાં આવશે જેમની ઉંમર 45 વર્ષથી વધારે હોય અને કોઇ ગંભીર બિમારીથી પિડિત હોય. કેન્દ્ર સરકારે આજે આ વાતની ઘોષણા કરતા જણાવ્યું કે 60 વર્ષથી વધારે ઉંમરના લોકોને સરકારી કેન્દ્રો પર મફતમાં વેક્સિન આપવામાં આવશે. જ્યારે પ્રાઇવેટ સેન્ટર પર વેક્સિન માટે પૈસા ચુકવવા પડશે.
કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે આ વાતની માહિતિ આપતા જણાવ્યું કે અત્યાર સુધીમાં દેશની અંદર 1 કરોડ 7 લાખ 67 હજાર લોકોને કોરોના રસી આપવામાં આવી છે. જ્યારે 14 લાખ જેટટલા લોકોને કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
જે લોકો પ્રાઇવેટ સેન્ટર પર કોરોના વેક્સિન લેવા જશે તેમને કિંમત ચુકાવવી પડશે. જાવડેકરે જણાવ્યું કે સરકાર 2-3 દિવસમાં વેક્સિનેશનના ડોઝની કિંમત નક્કી કરશે. વર્તમાન સમયે સ્વાસ્થ્ય મંત્રાલય વેક્સિન નિર્માતાઓ અને હોસ્પિટલ સાથે આ અંગે ચર્ચા કરે છે.
Comments
Post a Comment