ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી રસ્તો બંધ, જુઓ કઈ રીતે તૂટ્યો પહાડ
- રસ્તો સાફ કરવા માટે ઝડપથી કામકાજ શરૂ કરી દેવાયું
શ્રીનગર, તા. 27 ફેબ્રુઆરી, 2021, શનિવાર
ઉત્તરાખંડના તેહરી ગઢવાલ જિલ્લામાં નેશનલ હાઈવે-58 પર લેન્ડસ્લાઈડનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં પહાડ તૂટતો જોવા મળે છે. ભૂસ્ખલનના કારણે કૌડિયાલ પાસેનો રસ્તો બંધ થઈ ગયો હતો.
તેહરી ગઢવાલ જિલ્લામાં NH-58 ઋષિકેશ-શ્રીનગર માર્ગ પર ભૂસ્ખલન થયું હતું. જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારી બૃજેશ ભટ્ટે ભૂસ્ખલનના કારણે કૌડિયાલા પાસેનો રસ્તો બંધ હોવાની માહિતી આપી હતી. રસ્તો સાફ કરવા માટે ઝડપથી કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રસ્તા પરનો કાટમાળ હટાવીને તેને સાફ કરવામાં આવે તો જ તે રસ્તા પર ફરીથી પરિવહન સેવા શરૂ કરી શકાય.
ઉત્તરાખંડમાં ગત 7 ફેબ્રુઆરીના રોજ ગ્લેશિયરના હિમસ્ખલનથી ચમોલીના તપોવન ખાતે ઋષિગંગામાં પૂર આવ્યું હતું. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા હતા અને 200 જેટલા લોકો હજુ પણ ગાયબ છે.
Comments
Post a Comment