સ્થાનિક સ્વરાજ ચૂંટણી Live : રાજ્યમાં સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 6% મતદાન, સૌથી વધું મોરબીમાં
અમદાવાદ, તા. 28 ફેબ્રુઆરી 2021, રવિવાર
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બીજા તબક્કામાં આજે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપલાલિકા માટે મતદાન શરુ થઇ ગયું છે. રાજ્યમાં આજે 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન થઇ રહ્યું છે. વહેલી સવારથી જ ગુજરાતના તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદારો મતદાન કરી રહ્યા છે.
ચૂંટણીમાં સુપક્ષાને ધ્યાને રાખીને ગુજરાત પોલીસે 26 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને એસઆરપીની ૬૫ કંપની તહેનાત કરી છે. તો ૯૭ આંતર રાજય અને ૪૩૭ આંતરિક ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. આજે રાજ્યની કુલ 5481 બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે.
Live Update
- રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધારે મોરબીમાં 9.42% મતદાન નોંધાયું છે
- રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં 10 વાગ્યા સુધીમાં સરેરાશ 6% મતદાન નોંધાયું છે
- ભરૂચ, ગોધરા, ગોંડલ અને ધારીમાં EVMમાં ખામી સર્જાય છે
- ગોંડલના બિલિયાળા ખાતે વરરાજા અને દુલ્હન મતદાન મતથકે પહોંચ્યા હતા.જ્યાં દુલ્હને મતદાન કર્યુ
- ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વન આદિજાતિ મંત્રી રમણ ભાઈ પાટકર અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ મતદાન કર્યુ
- કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રુપાલાએ ઇશ્વરિયામાં પોતાના પરિવાર સાથે મતદાન કર્યુ, તેમના 95 વર્ષીય માતાએ પણ મતદાન કરી પ્રેરણા આપી
- સંતરામપુર તાલુકાની ગોઠીબ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ટેકેદારો પર હુમલાની ઘટના બની છે. આ હુમલામાં ૩ વ્યક્તિઓ ઘવાયા છે જેમને મધ્યરાત્રિ બાદ કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક કોંગ્રેસે ભાજપ ઉમેદવાર અને તેમના પુત્ર અને સમર્થકોએ આ હુમલો કરાવ્યાનો આક્ષેપ કર્યો હતો. ઘટનાની જાણ થતા કોંગ્રેસના જિલ્લા પંચાયતના ઉમેદવાર સહિતના અગ્રણીઓ દોડી આવ્યા હતા. આ અંગે પોલીસ ફરિયાદની કવાયત હાથ ધરાઇ હતી.
- વલ્લભીપુરના એક મતદાન મથક પર મારામારીની ઘટના સામે આવી છે
- બોટાદ, ગાંધીનગર ને નસવાડીની અંદર વરરાજાએ લગ્ન વહેલા મતદાન કરી નાગરિકધર્મ નિભાવ્યો
Comments
Post a Comment