દેશમાં કોરોનાની સ્પીડ પર બ્રેકઃ સતત બીજા દિવસે 1.75 લાખ કરતા ઓછા કેસ, 3460 દર્દીઓના મોત


- સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 21 લાખએ પહોંચી ગઈ 

નવી દિલ્હી, તા. 30 મે, 2021, રવિવાર

ભારતમાં બેકાબૂ બનેલા કોરોનાને બ્રેક લાગી હોવાનું જણાઈ રહ્યું છે. દેશમાં સતત બીજા દિવસે કોરોનાના 1.75 લાખ કરતા ઓછા નવા કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ બધા વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત અનેક શહેરોમાં લોકડાઉનમાંથી અનલોકની તૈયારી ચાલી રહી છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 1,65,553 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 3,460 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના 2.76 લાખ કરતા પણ વધારે દર્દીઓ સાજા થયા છે અને ડિસ્ચાર્જ થયા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે 24 કલાકમાં ભારતમાં કોરોનાના 1,73,790 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે 3,617 દર્દીઓ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હતા. ભારતમાં સતત નવા કેસની સરખામણીએ દર્દીઓનો રિકવરી રેટ ઉંચો જઈ રહ્યો છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 21 લાખએ પહોંચી ગઈ છે. જે સંક્રમણના કુલ કેસના આશરે 8 ટકા છે. જ્યારે કોવિડ-19થી સ્વસ્થ થવાનો રાષ્ટ્રીય દર આશરે 91 ટકા અને મૃત્યુ દર 1.16 ટકા છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો