મમતા વડાપ્રધાનની મીટીંગમાં 30 મિનિટ મોડા આવ્યાં


બંગાળમાં કેન્દ્ર - રાજ્ય સરકાર વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ, મમતા બેઠકમાં મોડા આવી કાગળો આપી જતાં રહ્યાં

મોદીની યાસ વાવાઝોડાના અસરગ્રસ્તો માટે એક હજાર કરોડના પેકેજની જાહેરાત, મમતાએ પ. બંગાળ માટે 20 હજાર કરોડ માગ્યા

મૃતકોના પરિવારજનોને બે લાખ અને ગંભીર રીતે ઘાયલ થયેલાને 50 હજાર આપવાની કેન્દ્રની જાહેરાત

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સમાપ્ત પૂર્ણ થયાને એક મહિનો પૂર્ણ થઇ ગયો છે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી મમતા બેનર્જીની નારાજગી હજુ સુધી દૂર થઇ નથી.શુક્રવારે યાસ ચક્રવાતથી થયેલા નુકસાન અંગે વડાપ્રધાન મોદી સાથેની સમીક્ષેા બેઠકમાં મમતા બેનર્જી 30 મિનિટ મોડા પહોંચ્યા હતાં.આટલુ જ રાજ્યના મુખ્ય સચિવ પણ મોડા પહોંચ્યા હતાં.

મીટિંગમાં પહોંચ્યા પછી પણ મમતા નુકસાનના દસ્તાવેજો સોંપીને ચાલુ બેઠકમાંથી જતા રહ્યાં હતાં. મમતા અન્ય મિટિંગમાં જવાનું કરી મોદી સાથેની બેઠકમાંથી જતા રહ્યાં હતાં. મમતાના આ વલણને કારણે કેન્દ્રની સત્તાધારી પાર્ટી અને ટીએમસીની વચ્ચે ફરીથી ખેંચતાણ વધવાની શક્યતા છે. આ મીટિંગ દરમિયાન રાજ્યના ગવર્નર જગદીપ ધનખડ પૂરા સમય માટે હાજર રહ્યાં હતાં.

ચાલુ મિટિંગમાંથી જતા રહ્યા પછી મમતાએ સ્પષ્ટતા કરી હતી કે તેમને આ મિટિંગની જાણ અગાઉથી કરવામાં આવી ન હતી. મમતાએ જણાવ્યું હતું કે મને ખબર ન હતી કે વડાપ્રધાને બેઠક બોલાવી છે. મારી દીધામાં વધુ એક બેઠક હતી. મેં વડાપ્રધાન મોદીને નુકસાનનો અહેવાલ રજૂ કરી 20,000 કરોડ રૂપિયાના પેકેજની માગ કરી છે.  

યાસ વાવઝોડાથી અસર પામેલા વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓડિશા અને પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતાં. વડાપ્રધાન દ્વારા યાસ વાવાઝોડાથી  થયેલા નુકસાનની સમીક્ષા કર્યા પછી કેન્દ્ર સરકારે એક હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. તે પૈકી 500 કરોડ રૂપિયા ઓડિશા અને 500 કરોડ રૂપિયા પશ્ચિમ બંગાળ અને ઝારખંડને આપવામાં આવશે.

 પીએમઓએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર ચક્રવાતથી થયેલા નુકસાનનું આંકલન કરવા માટે એક આંતર-મંત્રાલય ટીમ અસરગ્રસ્ત રાજ્યોનો પ્રવાસ કરશે, અને તેની રિપોર્ટનાં આધારે ભવિષ્યમાં તેમને વધુ આથક મદદ પુરી પાડવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ સમીક્ષા બેઠક યોજી બચાવ કાર્ય સંબધી કરવામાં આવી રહેલા પ્રયત્નો અંગે પણ જાણકારી મેળવી હતી. આ સાથે જ તેમણે ઓડિશા, બંગાળ અને ઝારખંડને ખાતરી આપી હતી કે તેમને તમામ જરૂરી મદદ કરવામાં આવશે. મોદીએ મૃતકોનાં પરિવારજનોને બે લાખ અને ગંભીર રીતે ઘાયલ લોકોને 50 હજાર રૂપિયાની મદદની પણ જાહેરાત કરી છે.

બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પાસે 20 હજાર કરોડ રૂપિયાના પેકેજની માગ કરી છે. તેમણે દીઘા અને સુંદરવનના વિકાસ માટે પણ આિર્થક મદદ માગી હતી. તેમણે વડાપ્રધાનને અહેવાલ સુપ્રત કરી દીઘા અને સુંદરવનના વિકાસ માટે 20 હજાર કરોડ રૂપિયા અને 10 હજાર કરોડ રૂપિયાની માગ કરી હતી. 

આ મિટિંગ અગાઉ વડાપ્રધાન મોદીએ ઓડિશા અને બંગાળમાં યાસ વાવાઝોડાથી થયેલા નુકસાનનું હવાઇ નિરીક્ષણ કર્યુ હતું. હવાઇ સર્વે દરમિયાન કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પણ તેમની સાથે હતાં. વડાપ્રધાન મોદી સવારે ઓડિશાની રાજધાની ભુવનેશ્વર પહોંચ્યા હતાં અને યાસથી થયેલા નુકસાનનો અંદાજ મેળવ્યા પછી સમીક્ષા બેઠકમાં હાજરી આપી હતી. 

મમતાના વર્તનથી કેન્દ્ર નારાજ, બંગાળના મુખ્ય સચિવની ટ્રાન્સફર

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બંધારણીય મૂલ્યોની હત્યા કરી છે : જેપી નડ્ડાનો આરોપ

બંગાળ અને ઓડિશાના યાસ વાવાઝોડાએ ઘમરોળ્યા પછી બંને રાજ્યોમાં નુકસાનની સમિક્ષા માટે બંગાળ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં મુખ્યમંત્રી મમતા બેનરજી 30 મિનિટ મોડા પહોંચ્યા પછી નુકસાનના આકલન સંબંધિત કેટલાક કાગળો વડાપ્રધાનને આપીને જતા રહ્યા હતા. 

મમતાની સાથે અલપન બંદોપાધ્યાય પણ હતા. મુખ્યમંત્રી મમતા બેનરજીના આવા વર્તનથી કેન્દ્ર સરકાર નારાજ થઈ ગયું હતું. આ નારાજગીના પ્રત્યાઘાતરૂપે કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયની તાત્કાલિક દિલ્હી ટ્રાન્સફર કરી દીધી છે.

તેમને કાર્મિક મંત્રાલય, લોક ફરિયાદ અને પેન્શનના મુખ્ય સચિવને 31 મેના રોજ નવી દિલ્હીમાં તેમની ઓફિસમાં રિપોર્ટ કરવાનો નિર્દેશ આપ્યો છે. પશ્ચિમ બંગાળ સરકારને તેમને વહેલી તકે રિલીવ કરવાની પણ વિનંતી કરી છે.

બીજીબાજુ મુખ્યમંત્રી મમતા બેનરજીના વર્તનની આકરી ટીકા કરતાં ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ આક્ષેપ કર્યો હતો કે મમતા બેનરજીએ દેશના બંધારણીય મૂલ્યોની હત્યા કરી છે. પીએમ મોદી આખા દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને તેઓ સતત કોરોના મહામારી સહિત દરેક મુદ્દાઓ પર બધા જ મુખ્યમંત્રીઓ સાથે સતત ચર્ચા કરી રહ્યા છે. તેઓ આ સમયે મુખ્યમંત્રી કયા પક્ષના છે તેના તરફ ધ્યાન નથી આપતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો