Corona cases: રાજ્યમાં આજે 1871 કેસ નોંધાયા, 25 દર્દીનાં મોત, રિકવરી રેટ 94.40 ટકા

ગાંધીનગર, 30 મે 2021 રવિવાર

રાજ્યમાં કોરોના વાયરસની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1871 નવા કેસ નોંધાયા છે અને 25 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9815 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 5146 દર્દીઓએ કોરોનાને રજા આપવામાં આવી છે. 

રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,03,844 પર પહોંચી છે. જ્યારે અત્યાર સુધી કુલ 9815 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અને 7,62,270 દર્દીઓ સાજા થયા છે. હાલમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 35403 પર પહોંચી છે. જ્યારે કુલ 521 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અને 34882 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં રિકવરી રેટ 94.40 ટકા છે.

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, અમદાવાદ કોપોરેશન 237, વડોદરા કોપોરેશન 216,   સુરત કોપોરેશન 139,  રાજકોટ કોર્પોરેશન 114,  વડોદરા 99, પોરબંદર 75, જુનાગઢ 73, નવસારી 60,  સુરત 58,  બનાસકાંઠા 57, ભરુચ 52, રાજકોટ 51, પંચમહાલ 49, જામનગર કોર્પોરેશન 47, ભાવનગર 39, સાબરકાંઠા 39, કચ્છ 36, અરવલ્લી 35, ગીર સોમનાથ 35, જૂનાગઢ કોર્પોરેશન 35, મહેસાણા 33, વલસાડ 33, ખેડા 31, આણંદ 27,  ભાવનગર કોર્પોરેશન 27, દેવભૂમિ દ્વારકા 26, અમરેલી 25, જામનગર 24, મહીસાગર 22, ગાંધીનગર કોર્પોરેશન 15, બોટાદ 11, નર્મદા 10,  ગાંધીનગર 9,   અમદાવાદ 8,  પાટણ 8, છોટા  ઉદેપુર 5, તાપી 4, સુરેન્દ્રનગર 3, દાહોદ 2, મોરબી 2 અને ડાંગમાં 0 કેસ સાથે કુલ 1871 નવા કેસ નોંધાયા છે. 

રાજ્યમાં આજે કુલ 25 મોત નોંધાયા છે, જેંમાં અમદાવાદ કોપોરેશન 5, વડોદરા કોપોરેશન 2,   સુરત કોપોરેશન 2,  રાજકોટ કોર્પોરેશન 0,  વડોદરા 1, પોરબંદર 0, જુનાગઢ 1, નવસારી 1,  સુરત 2,  બનાસકાંઠા 0, ભરૂચ 1, રાજકોટ 1, પંચમહાલ 1, જામનગર કોર્પોરેશન 1, ભાવનગર 0, સાબરકાંઠા 1, કચ્છ 0, અરવલ્લી 1, ગીર સોમનાથ 0, જૂનાગઢ કોર્પોરેશન 0, મહેસાણા 0, વલસાડ 0, ખેડા 0, આણંદ 0,  ભાવનગર કોર્પોરેશન 1, દેવભૂમિ દ્વારકા 1, અમરેલી 1, જામનગર 1, મહીસાગર 0, ગાંધીનગર કોર્પોરેશન 0, બોટાદ 0, નર્મદા 0,  ગાંધીનગર 0,   અમદાવાદ 0,  પાટણ 0, છોટા  ઉદેપુર 1, તાપી 0, સુરેન્દ્રનગર 0, દાહોદ 0, મોરબી 0 અને ડાંગમાં 0 મોતનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં હેઠળ આજે કુલ 1,83,070 લોકોનું રસીકરણ થયું છે, 2544 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 3254 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 45 થી વધુ ઉમરના 43,874 લોકોને પ્રથમ ડોઝ, 45 થી વધુ ઉમરના 21,555 લોકોને બીજો ડોઝ, 18-45 વર્ષ સુધીના 1,11,843 લોકોને રસીનો પ્રથમ ડોઝ લગાવવામાં આવ્યો છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો