દિલ્હી-NCRને મળી ગરમીથી રાહત, ભારે આંધી બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક


- દિલ્હીમાં આ વખતે મે મહિનામાં એક પણ વખત હીટ વેવનો સામનો ન કરવો પડ્યો

નવી દિલ્હી, તા. 1 મે, 2021, મંગળવાર

દિલ્હી-એનસીઆરના વાતાવરણમાં અચાનક જ પલટો આવતા લોકોને ગરમીના પ્રકોપથી રાહત મળી છે. દિલ્હી અને તેને અડીને આવેલા રાજ્યોમાં સોમવાર રાતથી મંગળવારની સવાર સુધી ભારે પવન ફુંકાતો રહ્યો હતો અને થોડા થોડા સમયે વરસાદ પણ વરસ્યો હતો. દિલ્હી પાસે આવેલા નોએડાના અનેક વિસ્તારોમાં અનેક કલાકો સુધી ધૂળની ડમરીઓ સાથે આંધી ફૂંકાઈ હતી અને પછી ભારે વરસાદના કારણે આખું શહેર ભીંજાઈ ગયું હતું. 

દિલ્હીના અનેક વિસ્તારોમાં પણ ભારે પવનના કારણે મુખ્ય રસ્તા પરના ઝાડ ધરાશયી થઈ ગયા હતા. જોકે અનેક કલાક સુધી વરસાદ વરસવાના કારણે દિલ્હી-એનસીઆરનું વાતાવરણ આહ્લાદક થઈ ગયું છે. તાપમાનમાં ઘટાડાની સાથે જ બફારાવાળી ગરમીથી પણ રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી છે કે 2-3 જૂનના રોજ રાજધાનીના આકાશમાં વાદળો છવાવાની સાથે હળવો વરસાદ વરસી શકે છે. 

વાવાઝોડા અને પશ્ચિમી વિક્ષોભના કારણે દિલ્હીવાસીઓ માટે મે મહિનામાં મોસમ મહેરબાન રહ્યું હતું. આ કારણે જ મે મહિનામાં દિલ્હીનું સરેરાશ મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ વખતનો મે મહિનો દિલ્હીમાં 2008 બાદ સૌથી ઠંડો બની રહ્યો હતો. એટલું જ નહીં, પ્રચંડ ગરમી માટે પ્રખ્યાત દિલ્હીમાં આ વખતે મે મહિનામાં એક પણ વખત હીટ વેવનો સામનો નહોતો કરવો પડ્યો. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે જૂનના પહેલા સપ્તાહમાં પણ લૂની સંભાવના નથી. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો