UPમાં કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને PPE કીટ પહેરીને પુલ પરથી નદીમાં ફેંકતા હોય તેવો વીડિયો વાયરલ


- વીડિયોમાં પીપીઈ કીટ વગર જે યુવાન છે તેની ઓળખ મેળવી લેવાઈ

નવી દિલ્હી, તા. 30 મે, 2021, રવિવાર

ઉત્તર પ્રદેશના બલરામપુર ખાતેથી માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. વાયરલ વીડિયોમાં 2 યુવકો એક મૃતદેહને રાપ્તિ નદીના પુલ પરથી નદીમાં ફેંકતા જોઈ શકાય છે. મૃતદેહને નદીમાં ફેંકનારા એક યુવકે પીપીઈ કીટ પહેરેલી છે અને આ ઘટના સિસઈ ઘાટ પર બનાવાયેલા પુલ ખાતેની હોવાનું જાણવા મળ્યું છે. 

આ વાયરલ વીડિયો 29 મેની સાંજનો છે. વીડિયોમાં પીપીઈ કીટ વગર જે યુવાન છે તેની ઓળખ મેળવી લેવાઈ છે. તેનું નામ ચંદ્ર પ્રકાશ છે અને તે સ્મશાન ઘાટ પર કામ કરે છે. તેના કહેવા પ્રમાણે કેટલાક લોકોએ તેને પુલ પર બોલાવ્યો હતો અને મૃતદેહ નીચે ફેંક્યો હતો. 

ચંદ્ર પ્રકાશે જણાવ્યું કે, કેટલાક લોકો તેને પુલ પર લઈ ગયા હતા અને નદીમાં મૃતદેહ ફેંકીને જતા રહ્યા હતા. ચંદ્ર પ્રકાશે લાકડા હોવાનું કહ્યું હતું પરંતુ તેમણે જળ પ્રવાહ કરવા કહીને તેની વાત અવગણી હતી. 

જાણવા મળ્યા મુજબ મૃતક વ્યક્તિ સિદ્ધાર્થનગર જિલ્લાના શોહરતગઢ થાણા ક્ષેત્રની છે અને તેમનું નામ પ્રેમનાથ મિશ્ર હતું. 28 મેના રોજ જિલ્લા હોસ્પિટલ ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મૃતદેહને કોવિડ પ્રોટોકોલ અંતર્ગત અંત્યેષ્ઠિ સ્થળે તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આ બનાવ અંગે કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો