ભારતીયોનો બ્રિટનથી મોહભંગ, ગત વર્ષે 58000 વતન પરત, બીજા ક્રમે ચીન રહ્યું
UK And Indian News : યુકેએ વિઝા અને ઇમિગ્રેશન નીતિઓ વધારે આકરી બનાવતા વિદેશીઓએે ત્યાંથી નીકળવા દોટ લગાવી છે. તેમાં ભારતીયો મોખરે છે. યુકેની નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના 2024ના આંકડા મુજબ 58 હજાર ભારતીયોએ યુકે છોડયું છે. તેના પછીના ક્રમે ચાઇનીઝ, નાઈજીરિયન, પાકિસ્તાનીઓ અને અમેરિકનોનો સમાવેશ થાય છે.આ બતાવે છે કે યુકેમાં રિવર્સ માઇગ્રેશન થઈ રહ્યું છે.