ભારતે ગેરકાયદે ઘૂસણખોરોને તગેડ્યાં પણ બાંગ્લાદેશે ન સ્વીકારતાં સરહદે સ્થિતિ મૂંઝવણભરી

 

India vs Bangladesh News : બાંગ્લાદેશના નેતાઓ અને સુરક્ષા એજન્સીઓએ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને પાછા મોકલવાની ભારતની કાર્યવાહી સામે સખત વાંધો ઉઠાવ્યો છે. બાંગ્લાદેશે ભારતની આ કાર્યવાહીને પોતાના સાર્વભૌમત્વ પર હુમલો અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે. જોકે હકીકતમાં મંગળવારે ભારતે 67 બાંગ્લાદેશી નાગરિકોને પાછા મોકલ્યા હતા જ્યારે બુધવારે સવારે 13 લોકો ભારત-બાંગ્લાદેશ સરહદની ઝીરો લાઇન્સ પર ફસાયેલા રહ્યા.

ગેરકાયદેસર ઘુસણખોરોની સંખ્યા ચિંતાજનક

26 મેના રોજ બાંગ્લાદેશી સેનાના એક વરિષ્ઠ અધિકારીએ ધમકી આપી હતી કે ભારત દ્વારા ગેરકાયદેસર નાગરિકોને ધકેલવામાં આવી રહ્યા છે જે સ્વીકાર્ય નથી અને જો જરૂરી હશે તો અમે સૈન્ય કાર્યવાહી માટે પણ તૈયાર છીએ.

Comments

Popular posts from this blog