એક જ પરિવારના સાત સદસ્યોના મૃતદેહ કારમાંથી મળી આવતા હડકંપ, સામૂહિક આપઘાતની આશંકા
Car suicide case : હરિયાણાના પંચકૂલામાં સોમવારે મોડી રાત્રે સામૂહિક આપઘાતના કારણે ચકચાર મચી છે. મૂળ ઉત્તરાખંડના પરિવારના સાત લોકોના મૃતદેહ મળી આવ્યા. આશંકા છે કે દંપતી, તેમના ત્રણ બાળકો અને બે વૃદ્ધોએ એકસાથે ઝેર ખાઈને આપઘાત કર્યો છે.
ઘટનાની જાણ થતાં જ તમામને સૌપ્રથમ એક પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં એક જ વ્યક્તિને છોડી તમામને મૃત જાહેર કરવામાં આવ્યા. જે બાદ જે વ્યક્તિ બચી ગઈ હતી તેણે પણ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો.
Comments
Post a Comment