મુંબઈ નજીક મધદરિયામાં ઓઈલ અને ગેસનો નવો વિપુલ ભંડાર મળ્યો, ભવિષ્યમાં ઉત્પાદન વધશે!
Mumabi ONGC Oil News: કેન્દ્ર સરકારની માલિકીની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓેએનજીસી) મુંબઈના મધ દરિયામાં ઓઈલ અને ગેસનો વિપુલ જથ્થો શોધી કાઢયો છે, જે નજીકના ભવિષ્યમાં સ્વદેશી ઉત્પાદન વધારવામાં મદદરૂપ થશે.
આ નવો જથ્થો ઓપન એક્રિઓજ લાઈસન્સિંગ પોલિસી (ઓએએલપી) રેઝિમ હેઠળ અપાયેલા બ્લોકસમાંથી મળી આવ્યો હોવાનું ઓએનજીસીએ પોતાની આવકના ચોથા કવાર્ટરના રિપોર્ટમાં જણાવ્યું હતું.
ઓઈલ અને ગેસના આ નવા સ્ત્રોતોને સૂર્યમણિ અને વ્રજમણિ એવા નામ અપાયા છે અને એ બન્ને મુંબઈના તટપ્રદેશથી ખાસ્સાં અંતરે આવેલા છે. એક સ્ત્રોત ઓએએલપી-6 બ્લોક એમબી-ઓએસએચપી-2020/2 અને બીજો ઓએએલપી-ત્રણ બ્લોક એમબીઓએસએચપી-2018/1માં આવેલો છે.
Comments
Post a Comment