હૈદરાબાદનો 13 વર્ષનો ફૈઝાન અમેરિકામાં સ્પેલિંગ બી સ્પર્ધામાં વિજેતા, 50000 ડૉલરનું ઈનામ જીત્યો
Hyderabad Faizan News : અમેરિકાની પ્રતિષ્ઠિત સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી નામની અંગ્રેજી શબ્દોના સાચાં સ્પેલિંગ જણાવવાની 2025ની સ્પર્ધામાં ગુરૂવારે તેર વર્ષનો ઇન્ડિયન અમેરિકન વિદ્યાર્થી ફૈઝાન ઝાકી વિજેતા બન્યો છે. ટેક્સાસની સીએમ રાઇસ મીડલ સ્કૂલના સાતમા ધોરણના વિદ્યાર્થી ઝાકીને 50000 ડોલરનું રોકડ ઇનામ, મેડલ તથા ચેમ્પિયન ટ્રોફી ઇ.ડબલ્યુ સ્ક્રીપ્સ કંપનીના સીઇઓ અને પ્રેસિડેન્ટ એડમ સિમ્કોને એનાયત કરતાં જણાવ્યું હતું કે આ ટ્રોફી જીતી ફૈઝાને ચેમ્પિયનને છાજે તેવી દૃઢતાનું ઉદાહરણ પુરૂ પાડયું છે.
બીજા ક્રમે આવેલાં કેલિફોર્નિયાના સર્વજ્ઞા કદમને 25000 ડોલરનું ઇનામ જ્યારે ત્રીજા ક્રમે આવેલાં જ્યોર્જિયાના સર્વ ધારાવણેને 15000 ડોલરનું ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું. ઝાકીએ અંગ્રેજી શબ્દ એન્કલેરિસ્સેમેન્ટ શબ્દનો સાચો સ્પેલિંગ જણાવી 21 મા રાઉન્ડમાં આ સ્પર્ધા જીતી લીધી હતી.
Comments
Post a Comment