આરોપો અંદાજ આધારિત ગણાવી લોકપાલની પૂર્વ SEBI પ્રમુખ માધબી પુરી બુચને ક્લિનચીટ


Madhavi Puri Buch SEBI News : સેબીના પૂર્વ ચેરમેન માધબી પૂરી બુચને મોટી રાહત મળી છે. ભ્રષ્ટાચારના આરોપોની તપાસ પછી લોકપાલે તેમને ક્લિનચીટ આપી દીધી છે. લોકપાલે જણાવ્યું છે કે લગાવવામાં આવેલા આરોપ ફક્ત અંદાજ અને ધારણા પર આધારિત છે જેના કોઇ મજબુત પુરાવા નથી. ફરિયાદોમાં હિન્ડનબર્ગ રિસર્ચના રિપોર્ટને આધાર બનાવવામાં આવ્યો હતો પણ લોકપાલે કાર્યવાહી માટે આ રિપોર્ટને અપૂરતો ગણાવ્યો હતો. 

ભ્રષ્ટાચાર વિરોધી લોકપાલે વધુમાં કહ્યું છે કે, બુચ સામે તપાસનો આદેશ આપવા માટે કોઈ ભૌતિક પુરાવા નથી.

Comments

Popular posts from this blog

મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો ધબડકો, 208ના ટાર્ગેટ સામે 64 રનમાં ઓલઆઉટ