ટ્રમ્પ સરકારનો કોર્ટમાં ગજબનો દાવો, કહ્યું- ‘ટેરિફ જરૂરી, નહીં તો ભારત-પાકિસ્તાન વચ્ચેનું સીઝફાયર તૂટી જશે’
US President Donald Trump Tariff Case And India-Pakistan Ceasefire : અમેરિકાની કોર્ટમાં ટેરિફના કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ટ્રમ્પ તંત્રના અધિકારીઓએ ટ્રમ્પ સરકાર દ્વારા વિશ્વભરની અર્થવ્યવસ્થા પર વ્યાપક ટેક્સ લગાવવાના નિર્ણયના પ્રયાસને બચાવવાનો પ્રયાસ કરાયો છે. કોર્ટમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે હાસ્યાસ્પદ દાવો પણ કર્યો છે. ટ્રમ્પ સરકારે દાવો કર્યો છે કે, જો કોર્ટ ટેરિફ લગાવવાની શક્તિઓ સમિતિ કરશે, તો ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ તૂટી શકે છે.
અમેરિકન અધિકારીઓએ ટ્રમ્પના ટેરિફ નિર્ણયનો કોર્ટમાં બચાવ કર્યો
Comments
Post a Comment