લોકસભા-2019: શત્રૃધ્ન સિંહા અને કીર્તિ આઝાદનું પત્તુ કપાવાની શક્યતા


પટના, તા. 30 ઓગસ્ટ 2018, ગુરુવાર

હંમેશા પોતાની પાર્ટી વિરુદ્ધ નિવેદનબાજીમાં આગળ પહેતા ભાજપના સાંસદ શત્રૃઘ્ન સિન્હાનું આગામી લોકસભાની ચૂંટણીમાં પત્તુ કપાઇ શકે છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ પટના સાહિબ સીટ પરથી શત્રૃઘ્ન સિન્હાનું પત્તુ કપાઇ શકે છે.

આ સિવાય નાણાંમંત્રી  અરૂણ જેટલી વિરુદ્ધ મોર્ચો ખોલનારા કીર્તિ આઝાદની ટીકિટ કપાઇ શકે છે. કીર્તિ આઝાદ પહેલાંથી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમજ તેવી પણ માહિતી મળી રહી છે કે, બિહારમાં NDAએ સીટ શેરીંગ ફોર્મ્યૂલા નક્કી કરી દીધો છે. જેમાં 20-20 ફોર્મ્યૂલા નક્કી કરવામાં આવ્યો છે. જેમાં 20 સીટમાં ભાજપ અને બાકીની સીટમાં અન્ય દળોનો સમાવેશ કરવામાં આવશે. જેમાં JDUને 12 સીટ, LJPને 5 સીટ અને RLSPને 2 સીટો આપવાનું નક્કી થયું છે.  જે કે આ સીટોની વહેંચણીની કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી.

બિહારમાં પટના સાહિબ અને દરભંગા સીટ પર ભાજપના બાગી નેતાઓ સાંસદ છે અને તેવું પણ જાણવા મળ્યું છે કે, પટના સાહિબ સીટ ભાજપ તેમજ દરભંગા સીટ JDUના ફાળે જઇ શકે છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો