નાણાંમંત્રાલયની સત્તાવાર જાહેરાત, 1 ફેબ્રુઆરીએ રજૂ થશે વચગાળાનું બજેટ


નવી દિલ્હી, તા. 30 જાન્યુઆરી 2019, બુધવાર

વચગાળાના બજેટને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. વચગાળાના બજેટને લઇને નાણાંમંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજુ થશે. નાણાંમંત્રાલયના પ્રવક્તા ડી.એસ. મલિકે લેખિત નિવેદન જાહેર કરી કહ્યું છે કે, આ બજેટ વચગાળાનું બજેટ 2019-20 તરીકે ઓળખાશે. જેને લઇને કોઇ શંકાની સ્થિતી રહેવી જોઇએ નહી.

1 ફેબ્રુઆરીએ નાણાંમંત્રી પીયૂષ ગોયલ લોકસભામાં સવારે 11 વાગ્યે વચગાળાનું બજેટ રજૂ કરશે. અરૂણ જેટલી અમેરીકામાં પોતાનો ઇલાજ કરાવી રહ્યાં છે. તેથી તેમની ગેરહાજરીમાં નાણાંમંત્રાલયનો વધારાનો હવાલો પીયૂષ ગોયલને આપવામાં આવ્યો છે. તેથી સરકારનું વચગાળાનું બજેટ પીયૂષ ગોયલ રજૂ કરશે.

ઉલ્લેખનિય છે કે, ચૂંટણીને કારણે સત્તાધારી સરકાર પૂર્ણ બજેટ રજૂ કરી શકે નહી. તેથી સરકારે વચગાળાનું બજેટ રજૂ કરવું પડે છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન