ગાંધીજીએ એક ચુટકી નમકથી દેશમાં આઝાદીની લડાઈમાં નવો પ્રાણ ફૂંકી દીધો હતો: PM મોદી
સુરત, તા. 30 જાન્યુઆરી 2019, બુધવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન અને ત્યાર બાદ વિનસ હોસ્પિટલના લોકાર્પણ બાદ બાપુની યાદગીરી એવા નમક સત્યાગ્રહ સ્મારકને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે.
સુરત ખાતે પીએમ મોદીએ 1058ના કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ જાહેર સભાને સંબોધી બાદ વિનસ હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યું હતું. ત્યાર બાદ દાંડી જવા માટે રવાના થયા હતા.

દાંડી પહોંચી 110 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નમક સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું. તેમણે અહીં આખા મ્યૂઝિયમની વિઝીટ કરી હતી. તેમણે અહીં એક એક વસ્તુઓનું નિરીક્ષણ કર્યું હતું. અહીં તેમણે પૂજ્ય બાપુની અહીં બનાવાયેલી 18 ફૂટની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
લોકો દાંડી યાત્રાને સમજી શકે અને જાણી શકે તે માટે દાંડી ખાતે ભવ્ય ગાંધી સ્મારક તૈયાર કરવામાં આવ્યું છે. અંગ્રેજો સામે મીઠાનો સત્યાગ્રહ કરનાર મહાત્મા ગાંધીના દાંડી સ્થળને યાદગાર બનાવવા મોદી સરકારે 150 કરોડની ફાળવણી કરી હતી. ત્યારબાદ મુંબઈ આઇઆઇટી દ્વારા દાંડી સ્મારકની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી.
મહાત્મા ગાંધી સાથે આ સત્યાગ્રહમાં જોડાયેલા 80 જેટલા સત્યાગ્રહીઓને અહીં પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. કનુભાઈ ગાંધી જે મહાત્મા ગાંધીના અતિપ્રિય કહી શકાય તેમની પત્ની હાલ ઐતિહાસિક દાંડીથી માત્ર 40 કિલોમીટર દૂર સુરત ખાતે રહે છે.
શું દાંડીકૂચ
અમદાવાદ સાબરમતી આશ્રમથી 12મી માર્ચે ગાંધીજીએ દાંડીકૂચની શરૂઆત કરી હતી. 5મી એપ્રિલ 1930ના રોજ ગાંધીજી દાંડી પહોંચી 6ઠ્ઠી એપ્રિલના રોજ ચપટી મીઠુ ઉપાડી અંગ્રેજોએ લાદેલા મીઠા ઉપરના કરના કાયદાનો ભંગ કર્યો હતો.
દાંડીમાં કુદરતી રીતે દરિયાના પાણીથી બનેલુ મીઠુ ગાંધીજીએ ઉપાડ્યું હતું. આ ઐતિહાસિક ઘટનાને વિશ્વફલક ઉપર વધુ સારી રીતે ઉજાગર કરવા જ ‘નમક સત્યાગ્રહ સ્મારક’ રૂ. 110 કરોડના ખર્ચે દાંડી ખાતે તૈયાર કરાયું છે. દાંડીકૂચ બાદ સત્યાગ્રહ આંદોલન શરૂ થતા આખરે 1947મા દેશને આઝાદી મળી હતી.
વડાપ્રધાન મનમોહન સિંહે આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી
દાંડીયાત્રા 75 વર્ષની ઉજવણી વખતે 6 એપ્રિલ 2005માં તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. 14 વર્ષે પૂરા થયેલા આ પ્રોજેક્ટમાં દાંડીના દરિયા કિનારે ગાંધીજી સાથેના 89 સત્યાગ્રહીઓની પ્રતિમા અહીં મૂકવામાં આવી છે.
110 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આવો સ્મારકની ખાસિયત વિશે જાણીએ
- 2005માં તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી
- 110 કરોડનાં ખર્ચે સ્મારક કરાયું તૈયાર
- 15 એકર જમીનમાં તૈયાર કરાયું આ સ્મારક
- ગાંધીજીની 18 ફૂટ ઉંચી પ્રતિમા પણ તૈયાર કરાઇ
- 6 લાખ લીટર પાણીની ક્ષમતાવાળું તળાવ પણ બનાવાયું
- 4 લાખ લીટર પાણીની અન્ડરગ્રાઉન્ડ ટાંકીનો પણ સમાવેશ
- સોલાર મેકિંગ બિલ્ડીંગમાં ખારા પાણી સાથે 14 સોલ્ટ મેકિંગ પેન
- પાણીનાં બાષ્પીકરણ બાદ પેનમાં બનશે મીઠું
Comments
Post a Comment