જાપાનના ઓસાકા શહેરમાં હાલ G-૨૦ શિખર બેઠક ચાલી રહી છે. આ સંમેલન એવા સમયે યોજાઇ રહ્યું છે જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર ચાલી રહ્યું છે, ઇરાન અને અમેરિકા વચ્ચે તણાવ વ્યાપી રહ્યો છે અને કેટલાંય દેશોમાં વર્ચસ્વની લડાઇ ચાલી રહી છે. તમામ દેશો પોતાના હિતોની રક્ષા માટે કોઇ પણ હદે જવા તૈયાર છે. એવામાં આ સંમેલનમાં સામેલ થઇને પોતાનું વલણ સ્પષ્ટ કરવું ઘણું મહત્ત્વનું બની જાય છે. G -૨૦ કહેવાતા આ સમૂહનું આખું નામ છે ગુ્રપ ઓફ ૨૦. દુનિયાની સૌથી શક્તિશાળી એવી ૨૦ અર્થવ્યવસ્થાઓ આ ગુ્રપમાં સમાવેશ પામે છે. આ સંગઠનમાં ૧૯ દેશ અને વીસમા સાથીદાર તરીકે યૂરોપિયન યુનિયન સામેલ છે. યૂરોપિયન યુનિયન ઉપરાંત જે ૧૯ દેશો G ૨૦ના સભ્ય છે એમાં ભારત, આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે. જી-૨૦ના સભ્ય દેશો વર્ષમાં એક વખત શિખર બેઠક યોજીને એકબીજાને મળે છે. G -૨૦ની આ શિખર બેઠકમાં સભ્ય દેશોના રાષ્ટ્રપ્રમુખો ઉપરાંત એ દેશોની કેન્દ્રીય બેંકોના ગવર્નર પણ સામે...