ભારતે અમેરિકાની વસ્તુઓ પરની આયાત ડયુટી ઘટાડવી પડશે : ટ્રમ્પની ધમકી


બીજી વખત વડા પ્રધાન બન્યા બાદ મોદી પહેલી વખત ટ્રમ્પને મળશે, ટ્રેડ વોર સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે 

ભારતે હાર્લી ડેવિડસન બાઇક સહિતની 28 અમેરિકી વસ્તુઓ પર આયાત ડયુટી વધારી દીધી છે 

વોશિંગ્ટન, તા.27 જૂન, 2019, ગુરૂવાર

અમેરિકાએ ચીન ઉપરાંત ભારત સાથે પણ ટ્રેડ વોર જેવી સ્થિતિ ઉભી કરી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે જી-૨૦માં બેઠક યોજાવા જઇ રહી છે. આ બેઠક પહેલા જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અવળચંડાઇ ભરી ટ્વિટ કરી હતી.

ટ્રમ્પે કહ્યું હતું કે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે વાતચીત કરવા માગુ છું, ભારત ઘણા સમયથી અમેરિકાની વસ્તુઓની આયાત પર બહુ જ મોટી ડયુટી લગાવી રહ્યું છે. આ મુદ્દે હું મોદીની સાથે ચર્ચા કરવા માગુ છું. 

ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું કે ભારતે અમેરીકાની વસ્તુઓ પર જે ડયૂટી વધારી છે તે અમને મંજૂર નથી. સાથે તેમણે એમ પણ કહ્યું કે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે વાતચીત કરવા ઉત્સુક છું. ભારત અમેરિકી વસ્તુઓ પર દિવસે ને દિવસે ટેરિફ વધારી રહ્યો છે, ભારતે આ ટેરિફ વધારાને પરત લેવું જ પડશે કેમ કે અમે તેનો સ્વીકાર નહીં કરીએ.

ભારત અને અમેરિકાની વચ્ચે એક વર્ષથી ટેરિફ વોર જેવી સ્થિતિ છે. ભારતે અમેરિકાની જે વસ્તુઓ પર ટેરિફ વધારી દીધી છે તેને કારણે અમેરિકાને પણ પેટમાં દુખ્યું છે અને ભારતની વસ્તુઓ પર ટેરિફ વધારવાની ચીમકીઓ આપી ચુક્યા છે. 

શુક્રવારે જાપાનમાં જી-૨૦ દેશોની સમીટ શરૃ થવા જઇ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ બન્ને વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે. જેમાં ટ્રમ્પ ભારત સામે પોતાની વસ્તુઓ પર લગાવવામાં આવેલ આયાત ડયુટીનો મુદ્દો ઉઠાવશે તેની જાહેરાત ટ્રમ્પે એક દિવસ અગાઉ જ કરી દીધી છે.

અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પેઓ ભારત આવ્યા હતા અને વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે વાતચીત કરી હતી, જે દરમિયાન રશિયા પાસેથી ભારત એસ-૪૦૦ મિસાઇલ સિસ્ટમ લેવાનું છે તે મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

આ સ્થિતિ વચ્ચે હવે શુક્રવારે નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ જાપાનમાં મળવા જઇ રહ્યા છે. ભારતે અમેરિકાની આશરે ૨૮ જેટલી વસ્તુઓ પરની આયાત ડયૂટી વધારી દીધી છે જેથી ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપી શકાય. જે વસ્તુઓ પર આ ડયુટી વધારી છે તેમાં બદામ જેવી ખાધ્ય સામગ્રી તેમડ હાર્લી ડેવિડસન જેવી બાઇકનો પણ સમાવેશ થાય છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે