દિલ્હીની વાત:વિરોધ પક્ષોને જવાબ આપવા મોદી જાણે છે
વિરોધ પક્ષોને જવાબ આપવા મોદી જાણે છે
નવી દિલ્હી,તા.૨૭
સંસદના બંને ગૃહોને રાષ્ટ્રપતિએ કરેલા સંબોધનના જવાબમાં વડા પ્રધાન મોદીએ જવાબ આપતા બતાવી દીધું હતું કે વિરોધીઓને કેવી રીતે જવાબ આપવો. કટોકટીની એનિવર્સરીના દિવસે લોકસભામાં તેઓ બોલ્યા હતા ત્યાર તેમણે વિરોધ પક્ષોને તેની યાદ અપાવી હતી. પરંતુ જાણકારોનું કહેવું હતું કે મોદી માત્ર વાતો જ કરે છે અને માત્ર એક તરફી જ વાતો કરે છે. છેલ્લા પાંચ વર્ષોમાં તેમણે એક વખતે પણ જનતા દરબાર ભર્યું નથી. એક પણ પત્રકાર પરિષદને સંબોધી નથી. અમીત શાહ સાથે પત્રકાર પરિષદને સંબોધી હતી ત્યારે પણ શાહને જ જવાબ આપવા કહ્યું હતું. તેમણે ક્યાર પણ સ્વતંત્ર સલાહકારોનો સંપર્ક કર્યો નથી. જો કે આજે પણ સવાલો તો ઊભા જ છે કે નોટંબધી અને જીએસતીથી દેશના અર્થતંત્ર પર શી અસર થઇ હતી.
રાજ્યસભામાં અવરોધવા સામે મોદીની ચેતવણી
મોદીએ રાજ્યસભામાં અવરોધ ઊભા કરવા બદલ વિરોધ પક્ષોને ચેતવણી આપી હતી, જો કે તેમને બહુમતીનો નશો હતો. 'લોકોને ખબર છે કે અમને લોકસભામાં જંગી બહુમતી મળી હતી'. પરંતુ કોંગ્રેસના નેતા આનંદ શર્માએ તેના જવાબમં કહ્યું હતું કે 'યાદ રાખો રાજ્યસભા સંસદનું પ્રથમ ગૃહ છે અને તેના કેટલાક ચોક્કસ અધિકારો અને ફરજો છે.
મમતાની બાજી બગડી રહી છે
ભાજપે બંગાળમાં વધારે બેઠકો મેળવ્યા પછીથી મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ભાજપ વિરોધી મતોના ધૃવિકરણનો પ્રયાસ શરૂ કર્યો હતો. પરંતુ તેમણે કહ્યું હતું કે તેઓ રોજકીય ગઠબંધન અંગે વાત કરતા નથી.'તેમના પ્રયાસોના કારણે કોગ્રેસના મત તેમને મળી જશે એમ રાજકીય વિશ્લેષક મુકુલ ઇસ્લામ કહે છે. કોંગ્રેસ અને ડાબેરીઓએ એક સંગીન શરત મૂકી હતી. મમતાએ સ્વીકારવું પડશે કે તેમના પક્ષના કારણે બંગાળમાં ભાજપનો પ્રવેશ થયો હતો.
-ઇન્દર સાહની
Comments
Post a Comment