પાક.નો નવો આતંક : 2700 કરોડનું હેરોઇન ભારતમાં ઘૂસાડાતા ઝડપાયું


અન્ય 50 કિલો મિક્સ ડ્રગ્સ પણ મળી આવ્યું  

પાકિસ્તાનથી આવતી દરેક વસ્તુઓ પર હવે વધુ ચાંપતી નજર રખાશે, ખાધ્ય સામગ્રીમાં ભેળશેળ કરીને ડ્રગ્સ ઘુસાડાઇ રહ્યું છે 

ડ્રગ્સ ઘૂસાડવામાં કાશ્મીરી તસ્કરનો હાથ 

અમૃતસર, તા. 30 જૂન, 2019, રવિવાર

પાકિસ્તાન ભારતમાં આતંકીઓ જ નહીં મોટા પ્રમાણમાં ડ્રગ્સ પણ ઘુસાડી રહ્યું છે, આતંકીઓને ઘુસાડવા માટે કાશ્મીર જ્યારે ડ્રગ્સ માટે તે પંજાબનો ઉપયોગ કરી રહ્યું છે. પંજાબની પાકિસ્તાન સરહદે અનેક વખત ડ્રગ્સ તસ્કરી ઝડપી પાડવામાં આવી છે.

આવી જ એક તસ્કરી ફરી સુરક્ષા જવાનોએ પકડી લીધી છે. પાકિસ્તાનથી ઘુસાડવામાં આવેલુ આશરે ૫૩૨ કિલોનું ડ્રગ્સ ઝડપી પડાયું છે. જેની રકમ અંદાજીત ૨૭૦૦ કરોડ રૂપિયા છે. હાલમાં જેટલા પણ ડ્રગ્સ તસ્કરીના સ્કેમ પકડાયા તેમાં આ સૌથી મોટુ માનવામાં આવે છે. 

પ્રાપ્ત અહેવાલો અનુસાર નાર્કોટિક્સ વિભાગ દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટુ નાર્કોટિક્સ તસ્કરી સ્કેમ પકડી પાડવામાં આવ્યું છે. અટારી બોર્ડ પરથી આશરે ૫૩૨ કિલો ડ્રગ્સને એક ટ્રકમા ભરીને લાવવામાં આવી રહ્યું હતું, જેને પકડી લેવામાં આવ્યું છે.

આ ડ્રગ્સને કાશ્મીરમાં બેઠેલા એક શખ્સે ઘુસાડયું હતું, જેની ધરપકડ કરી લેવામાં આવી હતી જ્યારે અમૃતસરમાં જેને પહોંચાડવાનું હતું તેની પણ અટકાયત કરીને પૂછપરછ ચાલી રહી છે. કસ્ટમ કમિશનર દીપક કુમાર ગુપ્તાએ આ જાણકારી આપી હતી. 

કસ્ટમ અધિકારીએ જણાવ્યું હતું કે મિઠુ ભરેલો એક ટ્રક પાકિસ્તાનથી ભારત આવ્યો હતો, જેને અટારી બોર્ડર પર રોકવામાં આવ્યો હતો. આ ટ્રકમાં ૬૦૦ બેગ મિઠાની હતી જ્યારે તેમાં ૧૫ બેગ હેરોઇનની હતી જે ઝડપાઇ ગઇ હતી. કુલ ૫૩૨ કિલોગ્રામ હેરોઇન અને ૫૨ કિલો મિશ્રિત નશીલો પદાર્થ જપ્ત કર્યો હતો એટલે કુલ મળીને આશરે ૫૮૪ કિલો ડ્રગ્સ જપ્ત કરાયું છે.

પોલીસના દાવા મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત હેરોઇનની કિમત ૨૭૦૦ કરોડ હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાન સરહદેથી અત્યાર સુધીનું આ સૌથી મોટુ હેરોઇન સત્કરી સ્કેમ ઝડપાયું છે. પાકિસ્તાન દ્વારા જ આ હેરોઇનને ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યું હતું. અગાઉ પણ પાકિસ્તાન આ પ્રકારની ઘટનાઓને અંજામ આપી ચુક્યું છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો