માણસ કરતાં પ્રાણીઓ વધુ પરોપકારી..
એક વરુ શિકાર કરવા જાય અને ગુફામાં રહેલા બીજા માંદા અને અપંગ સાથીઓ માટે ખોરાક લઇને આવે પક્ષીઓની જાતમાં અનેક પક્ષીઓ અન્ય જાતોના અનાથ બચ્ચાંને પાળતા હોય છે
હાથીઓ જોખમ ઉઠાવીને પણ અન્યોને મદદ કરે છે જેમકે ડૂબતા બચ્ચાને બચાવવું અને ઇજાગ્રસ્તના શરીર પર પાણી છાંટવું વગેરે
પરોપકારની વૃતિ એટલે તમારે જેની જરુર છે છતાં બીજા જરુરીયાત વાળાને દાન આપવા તૈયાર થવું એ સારી વાત છે. ઘણા ઓછા લોકોમાં આવી ભાવના જોવા મળે છે.મેં ઘણા એવા લોકોને જોયા છે કે જે પોતાના ઘરના સર્વન્ટને કે પોતાના કુટુંબના આર્થિક રીતે નબળા લોકોને જુના કપડાં આપીને એમ વિચારે છે કે પોતે બહુ દયાળુ છે.આસપાસના ગરીબ બાળકોને બોલાવીને કેટલાક લોકો પોતાની બર્થ-ડે ઉજવે છે તેને પરોપકાર વૃત્તિ કહી શકાય નહીં. એવીજ રીતે બાળકોને પણ કોઇ વસ્તુ લઇ આપવાને પણ પરોપકાર વાદ નથી કહેવાતો.
પરોપકારવાદ એટલે દાન આપનાર સામેથી કોઇ અપેક્ષા નથી રાખતો. માણસ કરતા પ્રાણીઓ વધુ સારી રીતે પરોપકાર કરતા જોવા મળ્યા છે.
વેમ્પાયર પ્રકારના ચામાચીડીયા સામાન્ય રીતે ઢોર, ઘોડા, હરણ વગેરેનું લોહી ચૂસે . ચાર ઇંચ લાંબુ અને ૪૦ ગ્રામ જેટલું વજન ધરાવતું સાવ ટચુકડું પ્રાણી દ.આફ્રીકાના જંગલોમાં જોવા મળે છે. તે રાત્રે શિકાર કરે છે અને પોતાના શિકારના શરીર પર ફરીને એવો સોફ્ટ ભાગ શોધે છે કે તેની નસ પર કાણું પાડીને બ્લડ મેળવી લે છે. આ વિસ્તારોમાં ૨૦૦૦ જેટલા પ્રાણીઓ રહે છે.
જો આ ટચુકડા વેમ્પાયર ચામાચીડીયાને કોઇવાર ખોરાક ના મળે તો એક રાત ખોરાક સિવાય રહી શકે છે. પરંતુ ભૂખથી મરતા ટચૂકડા પક્ષીને ત્રણ દિવસ લાગે છે. અઠવાડીયામાં તો તે તેના શિકાર સુધી પણ ઉડી શકતું નથી હોતું. આમ તે પોતાના ખોરાક માટે બ્લડ શોધી શકતું નથી. તે નજીકથી પસાર થતા પ્રાણી સાથે ઘસાયને ખાવાનું માંગે છે. જવાબમાં પ્રાણી લોહીની ઉલટી કરીને તેને ખોરાક આપે છે.
આવું દાન કરનાર કોઇ પણ પ્રશ્ન પૂછ્યા વગર ઉલટી કરીને પોતાનું લોહી કાઢી આપે છે. આવા પરોપકાર માટે સ્પર્મ વહેલ બહુ જાણીતી છે. તે પોર્ટુગલમાં વધારે જોવા મળે છે. તો પોતાના ગૃપમાં અપંગ અને ઉંમરલાયક બોટલનેક ડોલ્ફીનને સમાવે છે. આવી ડોલ્ફીન તેમની સાથે ખોરાકની શોેધમાં ફર્યા કરે છે અને તેમના બાળકો સાથે રમ્યા કરે છે. જ્યારે સ્પર્મ વ્હેલ સાથે ડોલ્ફીન તેમનું શરીર ઘસે છે ત્યારે પ્રત્યાઘાતમાં વહેલ પણ સામે શરીર ઘસે છે. અપંગ ડોલ્ફીન સાથે આ રીતે સંબંધો રાખવાથી વ્હેલને કોઇ લાભ નથી હોતો.
ડોલ્ફીન તેના પ્રેમાળ- દયાળુ સ્વભાવ માટે જાણીતી છે. ૨૨૦૮માં ન્યુઝીલેન્ડ ખાતે એક ઘટના એવી બની હતી કે બે વ્હેલને બચાવવા ડોલ્ફીન આગળ આવી હતી. આ બંને વ્હેલને ડોલ્ફીન સલામત જગ્યા સુઘી ખેંચી ગઇ હતી. જો આ ડોલ્ફીને મદદ નાકરી હોતતો બંને મરી ગઇ હોત. ન્યુઝીલેન્ડની બીજી એક ઘટનામાં કેટલાક લોકો દરિયામાં તરતા હતા ત્યારે ડોલ્ફીન તેમની આસપાસ આંટા મારવા લાગી હતી અને પાણી ઉડાડતી હતી. લોકોને લાગ્યું કે તે એગ્રેસીવ મૂડમાં છે પરંતુ થોડીવાર પછી ખબર પડી કે તે સાર્ક અંગે ચેતવણી આપી રહી હતી.
પરોપકારનું સૌથી માટું ઉદાહરણ રેવન્સ (જંગલી કાગડો) છે. જો એક કાગડો કે થોડા કાગડા ફૂડ જોઇ જાય તો તે મોટેથી કા..કા.અવાજ કાઢીને બીજાને બોલાવે છે. સામાન્ય રીતે જીવેા ખોરાક મળે ત્યારે ક્યા તો તે સંતાડી દે છે અથવા તો ખાઇ જાય છે પણ બીજાને બોલાવતા નથી. પરંતુ કાગડો એવું પક્ષી છ ેકે જે ખારોક મળે તો તે બીજાને પણ અવાજ કરીને બોલાવે છે.
જૂથમા રહેતા જીવાણુઓ પણ સાથે રહે છેે અને જરુરીયાતવાળાને મદદ કરે છે. જો કેેતે પ્યેાર પરોપકારવાદ નથી. હું તેને કાયમ થતું આવે એમ ગણું છું તેમજ અસ્તિત્વ જાળવવાનો પ્રયાસ કરે છે. મધમાખીઓ ટોળામાં આવતા હુમલાખોરોથી બીજાને બચાવવા પોતાની જાત હોમી દે છે . તેનું પેટ ચીરાઇ જાય તો પણ તે રક્ષણ કરે છે. ઉધઇ મધમાખી વગેરે પોતાની રાણીના રક્ષણ માટે દિવાલો બાંધે છે પણ જો હુમલાખોર આવે તો જાન આપી દે છે . આ પણ જોકે પરોપકારવાદ નથી. આ તેમની જીવન પ્રક્રીયાનો એક ભાગ છે.
સ્ટેગોડાફસ પ્રકારનો કરોળીયાની મા પોતાના બચ્ચાને પોતાને (માને) ખાવાની છૂટ આપે છે. મેલ કરોળીયો ફીમેલ બચ્ચાં આપે એટલે સંવનન નથી કરતો પણ બચ્ચાં તેના માને ખાઇ જાય એટલે સંવનન કરે છે. હું આવા દયાળુપણાને પણ પરોપકારવાદ નથી કહેતી. ખરેખર પરોપકારવાદ એને કહેવાય કે એક વરુ શિકાર કરવા જાય અને ગુફામાં રહેલા બીજા માંદા અને અપંગ સાથીઓ માટે ખોરાક લઇને આવે.
પરોપકારવાદ એટલે નોળીયો અને બોનોબસ(કાળા મોઢા વાળો ચિમ્પાન્ઝી) માંદા અને અપંગ પ્રાણીઓનેતો ઠીક માનવજાતને પણ ેમદદ કરતા હોય છે. બદલામાં તો તે કોઇ અપેક્ષા રાખતા નથી. માંદા અને ઇજાગ્રસ્ત જળચરો ને ડોલ્ફીન પોતાની નીચે કલાકો સુધી તરતા રાખે છે અને પછી સલામત રીતે તેમને કિનારા પર લાવી દે છે. વોલરસ ( દરીયાઇ ઘોેડો) અનાથોને રાખે છે.
આફ્રીકન બફેલો પોતાના સાથીએાના ટોળાને હુમલાખોરથી બચાવવા ઘણીવાર આડો ઉભો રહી જાય છે જેથી તેના શરીર પર માર પડે.
મેલ અને ફીમેલ લેમુર્સ(માત્ર મડાગાસ્કરમાં જોવા મળતું લાંબી પૂંછડી વાળું વાંદરા જેવું પ્રાણી) પોતાની જાતના ના હોય એવા અનાથ બચ્ચાંઓની પણ સંભાળ રાખે છે. વેરવેટ પ્રકારના વાનર પોતાની જોખમમાં મુકીને પણ હુમલાખોરથી અન્યોને ચેતવે છે.પક્ષીઓની જાતમાં અનેક પક્ષીઓ અન્ય જાતોના અનાથ બચ્ચાંને પાળતા હોય છે.
પરોપકારવાદનું ઉત્તમ ઉદાહરણ ડીક્ટાયોસ્ટીલીયમ મર્કોરડીસ જેવા સોફ્ટ ( ટચુકડું પ્રાણી જમીન પર ચાલે ત્યારે પાછળ ચીકાશ છોડતું જાય). જ્યાં સુધી ફુડ મળે છેે ત્યાં સુધી તે વ્યકિતગત રીતે ઉછરે છે પણ ભૂખે મરવાના વારો આવે ત્યારે આવા બે જીવ એક બીજામાં સમાઇ જાય છે. આમ કરવાથી તેમના કોશ નાશ પણ પામે છે. પણ તે બંને ભેગા થઇને નવી બોડી બનાવે છે.
હાથીઓ જોખમ ઉઠાવીને પણ અન્યોને મદદ કરે છે.જેમકે ડૂબતા બચ્ચાને બચાવવું અને ઇજાગ્રસ્તના શરીર પર પાણી છાંટવું વગેરે.
મરાઈન મેમલ સાયન્સ જર્નલમાં હમ્પબેક વ્હેલના પરોપકારવાદનો ઉલ્લેખ કરાયો છે. કિલર વ્હેલ્સ જ્યારે હુમલો કરે છે ત્યારે સીલ્સ અને અન્ય જળચર પ્રાણીઓને તે બચાવે છે. હમ્પબેક પોતાના બચ્ચાને બચાવે તો ઠીક છે પણ અન્યોને પણ કોઇ અપેક્ષા વગર બચાવે છે.
તમે યુ ટયુબ પર પેલો વીડીયો જોયા છે ને કે જેમાં એક નાનું વાનર કરંટથી બચવા બીજાને કેવી રીતે ગોઠવી દે છે. પરોપકારની વાત આવે ત્યારે ઉંદરનેે યાદ કરવા જોઇએ. તે પોતે મરવાનું છે એમ જાણવા છતાં બીજાને મદદ કરવા તૈયાર થઇ જાય છે.વર્ષોથી પ્રયોગોમાં ઉંદરોનો સફાયો થઇ રહ્યો છે. દરેક સમાજ અને માનવ જાત દયાળુ બને છે અને સામે અપેક્ષા રાખે છે.
Comments
Post a Comment