મોદીએ ફરી શરૂ કરી 'મન કી બાત', કેદારનાથ જવાનુ કારણ જણાવ્યુ
નવી દિલ્હી, તા. 30 જૂન 2019, રવિવાર
વડાપ્રધાન તરીકે પોતાની બીજી ઈનિંગમાં આજે પીએમ મોદીએ ફરી એક વખત મન કી બાત કાર્યક્રમની શરૂઆત કરી હતી.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, દેશનો એક મોટો હિસ્સો જળસંકટ સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે હવે નાગરિકોએ સ્વચ્છતાની જેમ પાણીના સંગ્રહને પણ મહત્વ આપીને તેને જનઆંદોલનમાં ફેરવવુ પડશે. લોકો એવા પ્રયોગો પણ જાણે જેમાં પાણી બચાવી શકાય છે. આ દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારની જાણકારીઓને શેર કરે.
પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન કેદારનાથની મુલાકાત લેવાના રહસ્ય પરથી પડદો ઉંચકતા કહ્યુ હતુ કે, લોકોએ મારી મુલાકાતના રાજકીય અર્થ કાઢ્યા હતા. પણ એવુ નહોતુ. હું મારી જાતને મળવા માટે ગયો હતો. મારી અંદર જે ખાલીપો સર્જાયો હતો તેને ભરવા માટે હું કેદારનાથ ગયો હતો અને ગુફામાં જઈને ધ્યાનમાં બેઠો હતો.
તેમણે કહ્યુ હતુ કે, લોકસભા ચૂંટણી પહેલા 'મન કી બાત'ના છેલ્લા એપિસોડમાં મેં કહ્યુ હતુ કે, હવે આપણે ત્રણ ચાર મહિના પછી મળીશું તો લોકોએ તેના પણ રાજકીય અર્થ કાઢ્યા હતા. ઘણા કહેતા હતા કે મોદીજી કેટલા કોન્ફિડન્સમાં છે પણ હું કહું છું કે, મારો આ વિશ્વાસ હતો અને આ વિશ્વાસ તમારા કારણે હતો. હું આજે જ્યાં છું ત્યાં આવ્યો નથી, તમે જ મને લાવ્યા છો અને મને ફરી બોલવાની તક આપી છે.
Comments
Post a Comment