લોકસભાના અધ્યક્ષની નવી પધ્ધતી


નવી દિલ્હી,તા. 28 જૂન 2019, શુક્રવાર

લોકસભાના નવા સ્પીકર ઓમ બિરલાએ અંગત રીતે એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. જે સાંસદોને બોલવાની તક મળતી હતી તેઓ સ્પીકરનો આબાર માનતા હતા, પરંતુ બિરલા તેમનો સમ. ઘટાડી નાંખ્યો હતો.'મુદ્દા ઉઠાવવા માટે તેમને તક આપવા માટે અધ્યક્ષનો આભાર માનવાની જરૂર નથી. ઝીરો અવર્સમાં બોલવા દેવા માટે સાંસદોન નામ પસંદગ કરાય છે. તમારો ક્રમાંક એ રીતે જ આયો છે, માટે આબાર માનવાની કોઇ જરૂર નથી.તમે સીધા તમારી વાત કરો'એમ શુધ્ધ હિન્દીમાં બોલતાં તેમણે કહ્યું હતું. જો કે તેઓ અંગ્રેજી પણ જાણે છે.જાણકારો કહે છે કે તેમણે અન્ય સ્પીકરો કરતાં આ રસ્તો વધુ પસંદ કર્યો છે. રહેલાના સ્પીકર અંગ્રેજીમાં બોલતા હતા.

મરાઠા અનામત અંગે કોર્ટનો ચૂકાદો

બોમ્બો હાઇકોર્ટે એક મહત્ત્વના ચૂકાદામાં મરાઠા સમુદાય માટે અનામતને યથાવત રાખ્યો હતો. પરંતુ સવાલ એ છે કે શું રાજકીય પક્ષો બે ઘડી શાંતિથી બેસી વિચાર કરશે? સરકારી નોકરીઓ ઓછી થતી જાય છે.જાહેર શૈક્ષણિક સંસ્થાઓ માટે ગળાકાપ સ્પર્ધા ચાલે છે. એટલા માટે કોઇપણ સમુદાયમાંથી ખૂબ ઓછા લોકોને નોકરીની તક મળે છે.કમનસીબી એ છે કે કોઇ પણ રાજકીય પક્ષમાં તાકાત નથી કે  આ સચ્ચાઇનો સ્વીકાર કરે.

નિકાહ હલાલા અને બહુપત્નીત્વ અંગે શુ?

દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતી માલીવાલે ટ્રીપલ તલાક બિલને લોકસભામાં રજૂ કરવા બદલ વડા પ્રધાન મોદીનો આભાર માન્યો હતો, પરંતુ તેમણે એ મુદ્દો પણ ઉપાડયો હતો કે નિકાહ હલાલા અને બહુપત્નીત્વનું શું? નિકાહ હલાલા એ બીજું કંઇ નહીં પણ મહિલા પર બળાત્કાર છે. જેને તલાક આપ્યા હોય તે ફરીથી પોતાના પતિ પાસે  ત્યાં સુધી જઇ શકતી નથી જ્યાં સુધી તે અન્ય કોઇ પુરૂષની સાથે લગ્ન કરીને એક રાત તેની સાથે સહશયન ના કરે.

દિલ્હી યુનિ.માં મહિલાઓની અરજીઓમાં વધારો

દિલ્હી યુનિ.માં પ્રવેશ માટે પુરૂષો કરતાં મહિલાઓની અરજી વધારે આવી હતી. આના માટે કારણ આપતા પ્રવેશ સમિતિએ કહ્યું હતું કે ' તાજેતરના વર્ષોમાં તમામ પરિક્ષાઓમાં છોકરીઓએ છોકરાઓને પાછળ ધકેલી દીધા છે. આ કારણસર છોકરીઓની  સંખ્યામાં વધારો થયો છે.

ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો