ઈંગ્લેન્ડે ભારતને જીત માટે આપ્યો 338નો લક્ષ્ય


નવી દિલ્હી, તા. 30 જુન 2019, રવિવાર

બર્મિઘમના એજબેસ્ટન ખાતે ભારત ઈંગ્લેંડ વચ્ચે વર્લ્ડ કપની મેચમાં ઈગ્લેંડે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી. ઈંગ્લેંડે 50 ઓવરમાં 337 રન કર્યા. ઈંગ્લેંડ તરફથી જોની બેયરસ્ટોએ સૌથી વધારે 111 રન બનાવ્યા. જ્યારે ભારત તરફથી સૌથી વધારે મહમ્મદ શમીએ 5 વિકેટ ઝડપી.

સેમીફાઇનલમાં પહોંચવા માટે ઈંગ્લેંડે કોઇ પણ સ્થિતીમાં ભારતને હરાવવું પડશે ત્યારે આજની આ મેચ ખુબ રોમાંચક બની રહેશે. ટોસ જીતીને બેટિંગમાં ઉતરેલી ઈંગ્લેંડની ટીમ તરફથી બેયરસ્ટોએ 111 રન, જેસન રોયે 66 રન અને બેન સ્ટોક્સના 79 રનની મદદથી ઈંગ્લેંડ 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 337 રન બનાવ્યા.

ભારત તરફથી શમીએ 10 ઓવરમાં 69 રન આપીને 5 વિકેટ ઝડપી. જ્યારે બુમરાહે 10 ઓવરમાં 1 વિકેટ ઝડપી 44 રન આપ્યા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો