છેતરપિંડી કરનારાઓના પ્રોફાઈલમાં બદલાવની સાથોસાથ ઊદ્ભવેલા નવા પડકાર


આજના સમયમાં કોર્પોરેટ ફ્રોડ ગંભીર સમસ્યા છે. દરરોજ મોટી અને મધ્યમ કંપનીઓ સંબંધિત આ પ્રકારની ખબરો આવતી રહે છે તથા નાની કંપનીઓ સાથે થતી છેતરપિંડી તરફ તો ક્યારેક જ ધ્યાન આપવામાં આવે છે. કોર્પોરેટ ફ્રોડની તપાસ કરતી ઈન્ડસ્ટ્રી માટે આ મહત્ત્વપૂર્ણ સમય છે કારણ કે તેમની કામગીરીમાં વધારો થવાની સાથે-સાથે છેતરપિંડી કરનારાઓના બદલાતા પ્રોફાઈલની સાથે નવા પડકારો પણ સર્જાયા છે કારણકે છેતરપિંડી કરનારા આ વ્યક્તિઓ અત્યાધુનિક ટેકનોલોજીની સાથે નવી કાર્યપ્રણાલી અપનાવી રહ્યાં છે.

આ વિષય પર હાથ ધરાયેલ એક અભ્યાસ મુજબ છેતરપિંડી કરનાર વ્યક્તિ સામાન્ય રીતે કંપનીઓના કોઈ કર્મચારી જ હોય છે, જેમની ઉંમર ૩૦ની આસપાસ હોય છે, એટલે તેઓ નિવૃત્તિથી ઘણાં દૂર હોય છે. ઓછી ઉંમરના કર્મચારી કંપની અને હાઈ પ્રોફાઈલ લોકો અથવા પોતાની કંપનીની ગોપનિય વિગતોના સંપર્કમાં રહે છે.

આ પ્રક્રિયામાં સાધારણ લાલચ મોંઘી પડી શકે છે - નાણા અને પ્રતિષ્ઠા બંને દ્રષ્ટિએ. અગાઉના સમયમાં કોઈના નાણા અથવા જાણકારીની ચોરી કરવા માટે વ્યક્તિના ઘરે જવું પડતું હતું, પરંતુ આજે ૧૦૦૦ કિમી દૂર બેઠેલા વ્યક્તિ પણ એક બટનની ક્લિક ઉપર તમારા ડેટાની ચોરી કરી શકે છે.

જ્યારે હેકર કર્મચારીને ભ્રમમાં નાખીને નેટવર્કમાં પ્રવેશ મેળવવાની મંજૂરી લઈ લે તેને સોશિયલ એટેક કહેવામાં આવે છે. હેકરનો પ્રયાસ રહે છે કે કર્મચારી પાસવર્ડ આપે અથવા સિસ્ટમમાં માલવેર ખોલાવે. નેટવર્ક એટેક કમ્પ્યુટર સિસ્ટમ ઉપર સીધો હુમલો હોય છે, જેથી નેટવર્કની અંદર પ્રવેશ મેળવી શકાય.

જ્યારે હેકર નેટવર્કમાં પ્રવેશ કરી લે અને જ્યાં સુધી તેને જાણકારી ન મળે ત્યાં સુધી કોઈને ખબર ન પડે ત્યાં સુધી ઉપયોગી ડેટાની શોધ કરતાં રહે છે અને તેને સિસ્ટમમાંથી ચોરી લે છે. સોશિયલ એટેકમાં કર્મચારીઓને ભ્રમમાં રાખવા અથવા લાલચ આપવામાં આવે છે. જેથી તેઓ કંપની નેટવર્કમાં પ્રવેશ મેળવી શકાય. કોઈપણ કર્મચારીને છેતરીને તેના લોગઈન ક્રેડેન્શિયલ હાંસલ કરી શકાય છે અથવા ખોટું અટેચમેન્ટ ખોલી શકાય છે.

ઓનલાઈનની દોડમાં છેતરપિંડી કરનારાઓમાં સૌથી કોણ આગળ છે? હકીકત એ છે કે આ ઉંદર-બિલાડીની રમત છે અને ક્યારેક અપરાધી આગળ હોય છે તો ક્યારેક ટેકનોલોજી. ટેકનોલોજીમાં ઝડપી પરિવર્તનને કારણે તેમને પકડવા કંપનીઓ અને ઈન્વેસ્ટીગેટર માટે મુશ્કેલ બન્યું છે.

તેમ જણાવતા નેત્રિકા કન્સલ્ટિંગના સંજય કૌશિકે ઉમેર્યું હતું કે કોર્પોરેટ અને ઈન્વેસ્ટીગેટર દ્વારા વ્યાપકરૂપે આઈટી આધારિત ટુલ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કર્મચારીઓ અને સંદિગ્ધોના અનૈતિક વ્યવહારો અને સોશિયલ નેટવર્કનું વિશ્લેષણ કરી શકાય. ડેટા એનાલિસિસ ટુલ જેમકે કીવર્ડ, સર્ચિંગ, કોન્સેપ્ટ ક્લસટરીંગ, કમ્યુનિકેશન પેટર્ન એનાલિસિસ અને ટેક્સ્ટ એનાલિટિક્સ ઘણાં મદદરૂપ સાબિત થઈ શકે છે તથા તપાસ માટે મૂલ્યવાન જાણકારી પ્રદાન કરી શકે છે.

કંપનીઓમાં કામગીરી ઉપર સતત દેખરેખ રાખવા માટે સોફ્ટવેરની ગોઠવણ કરવામાં આવે છે, જેમકે બહારના એડ્રેસ ઉપર જતાં ઈમેઈલમાં કીવર્ડ. જોકે, કમ્યુનિકેશન ઉપર દેખરેખને કર્મચારીઓની પ્રાઈવેસીનું ઉલ્લંઘન માનવામાં આવે છે, પરંતુ આપણે એવા સમયમાં છીએ કે જ્યાં કોર્પોરેટ અને કર્મચારીઓ સુરક્ષિત રહેવાને સમજદારી માને છે તેમજ કમ્પ્યુટરની સિસ્ટમ દ્વારા કઈ વાત થઈ રહી છે તેની ઉપર નજર રાખે છે.

બિગ ડેટા બાબતે સાયબર સિક્યુરિટી એક્સપર્ટસ અને ઈન્વેસ્ટીગેટર્સ દ્વારા તપાસ મોટો પડકાર છે. જંગી માત્રા અને અનસ્ટ્રક્ચર્ડ ડેટામાં છેતરપિંડીની ગતિવિધિઓની તપાસ કરવી જે વ્યક્તિ એક્સપર્ટ ન હોય તેમના માટે કઠીન છે.

આ કામ માટે પ્રશિક્ષિત ઈન્વેસ્ટીગેટરની જરૂર પડે છે, જેઓ ટેકનોલોજીનો સારી રીતે ઉપયોગ કરી શકે તથા અર્થસભર સૂચના હાંસલ કરી શકે. ૧.૪ ટેરાબાઈટથી વધુ ડેટાની સાથે પેરેડાઈઝ પેપર્સનો કેસ દર્શાવે છે કે છેતરપિંડીની તપાસમાં કેટલી સંભાવના છે. કોર્પોરેટ અને ઈન્વેસ્ટીગેટર સમક્ષ પડકારો હોવા છતાં પણ મૂળભુત બાબતો સમાન જ છે.

આમ, બદલાતા સમયની સાથોસાથ કોર્પોરેટ છેતરપિંડીની તપાસ પ્રક્રિયામાં પણ ઝડપી બદલાવ જોવા મળી રહ્યો છે.

- પ્રસંગપટ

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો