રાત્રિ કર્ફ્યૂનો સમય, લગ્ન પ્રસંગમાં મહેમાનોની સંખ્યાને લઇ રૂપાણી સરકારે લીધો મહત્વનો નિર્ણય

ગાંધીનગર, તા. 30 જાન્યુઆરી 2021, શનિવાર

કોરોના મહામારી વચ્ચે રાત્રિ કર્ફ્યૂનો સમય, લગ્ન પ્રસંગમાં મહેમાનોની સિમિત સંખ્યાને લઇને ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે.  15 ફેબ્રુઆરીથી કર્ફ્યૂમાં પણ રાહત આપવામાં આવી છે. 15 ફેબ્રુઆરીથી કર્ફ્યૂનો સમય રાતના 11થી સવારના 6 વાગ્યા સુધીનો રહેશે. આ સાથે જ લગ્ન પ્રસંગ કે કોઇ સામાજિક પ્રસંગમાં મહેમાનોની સંખ્યા 100 સુધી સિમિત હતી જેને વધારીને હવે 200 કરી દેવામાં આવી છે.

ગુજરાત સહિત દેશમાં કોવિડ-19 સંક્રમણને રોકવા અંગેની ભારત સરકારના ગૃહ મંત્રાલયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિર્દેશો મુજબ તા.27 જાન્યુઆરીના બહાર પાડેલી માર્ગદર્શિકાનું ગુજરાતમાં પણ ચુસ્તપણે પાલન તા. 1લી ફેબ્રુઆરીથી તા.28 ફેબ્રુઆરી-2021 સુધી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવ્યું છે. ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે રાજ્ય સરકારના આ નિર્ણયની જાહેરાત કરી હતી.

ગુજરાત સહિત દેશમાં કોવિડ-19 સંક્રમણને રોકવા અંગેની ભારત સરકારના ગૃહ મંત્રાલયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિર્દેશો મુજબ તા.27 જાન્યુઆરીના બહાર પાડેલી માર્ગદર્શિકાનું ગુજરાતમાં પણ ચુસ્તપણે પાલન તા. 1લી ફેબ્રુઆરીથી તા.28 ફેબ્રુઆરી-2021 સુધી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવ્યું છે. 

ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે રાજ્ય સરકારના આ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે સ્પષ્ટ પણે કહ્યું કે રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતમાં આગામી તા.15 ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યુ નો અમલ રાત્રે 11થી સવારના 6 વાગ્યા સુધી કરવાનો રહેશે.

રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે કહ્યું કે છેલ્લા ચાર મહિનાથી સમગ્ર દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

એટલું જ નહીં ગુજરાતમાં તો રાજ્ય સરકારના સઘન આરોગ્યલક્ષી પગલાં અને લોકોના સક્રિય સહયોગથી કોરોના સંક્રમણનો વ્યાપ મહદ અંશે ઘટાડી શકાયો છે. રાજ્યમાં પેશન્ટ રિકવરી રેટ 96.94 સુધી લઇ જવામાં સફળતા મળેલી છે.

પંકજકુમારે સ્પષ્ટપણે જણાવ્યું કે આમ છતાં, covid-19 સંક્રમણને રોકવા અને સંપૂર્ણપણે નાબૂદ કરવા સાવચેતી, સતકર્તા તેમજ નિયત કન્ટેન્મેન્ટ સ્ટ્રેટેજીનં પાલન આવશ્યક છે.

તદ્દનુસાર, કોરોના સંદર્ભે યોગ્ય નિયમોના પાલનની યોગ્ય વર્તણુક, સર્વેલન્સ અને કન્ટેનમેન્ટ તેમજ નિયત SOPના ચુસ્તપણે પાલન એમ ત્રણ મુખ્ય બાબતો પર વિશેષ ભાર મૂકી તેનો વ્યાપક અમલ કરાવવાના હેતુસર ગૃહ વિભાગે એક જાહેરનામું-નોટિફિકેશન બહાર પાડ્યું છે એમ અધિક મુખ્ય સચિવે કહ્યું હતું.

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવે આ અંગેની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું કે જિલ્લા સત્તાધિકારીઓ-સ્થાનિક સત્તાધિકારીઓએ કોવિડ-19 અંગે યોગ્ય વર્તુણકને ઉત્તેજન આપવા તેમ જ લોકો ચહેરાને યોગ્ય રીતે ઢાંકી રાખે, વારંવાર હાથ ધોવે અને સ્વચ્છ રાખે તેમજ સોશિયલ ડિસ્ટંસિંગનું પાલન કરે તે સુનિશ્ચિત કરવાના તમામ પગલાં લેવાના રહેશે. નેશનલ ડાયરેકટીવ્ઝ ફોર કોંવિંડ-19 મેનેજમેન્ટનું સમગ્ર રાજ્યમાં ચુસ્તપણે પાલન પણ કરવાનું રહેશે.

સર્વેલન્સ અને કન્ટેનમેન્ટ અંગે તેમણે કહ્યું કે જિલ્લા સત્તાધિકારીઓ, સ્થાનિક સત્તાધિકારીઓએ જરૂરિયાત જણાયે કેન્દ્ર અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની વખતો-વખતની ગાઈડલાઈન ધ્યાનમાં લઈને કાળજીપૂર્વક કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવાના રહેશે. આવા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં જિલ્લા સત્તાધિકારી, પોલીસ તથા સ્થાનિક સત્તામંડળોએ નિયત કન્ટેનમેન્ટ મેઝર્સનું ચુસ્તપણે સમગ્રતયા પાલન કરાવવાનું રહેશે.

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવે નિયત SOPના ચુસ્તપણે પાલન માટે નિર્ધારીત કરવામાં આવેલા દિશાનિર્દેશોની પણ વિશદ ભૂમિકા આપી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો