રાહુલ ગાંધીને ફરી અધ્યક્ષ બનાવવાની ઉઠી માંગ, દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટિએ કર્યો પ્રસ્તાવ

નવી દિલ્હી, તા. 31 જાન્યુઆરી 2021, રવિવાર

દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટિએ રવિવારે પ્રસ્તાવ પસાર કરી રાહુલ ગાંધીને તાત્કાલિક અસરથી ફરીવાર પાર્ટી અધ્યક્ષ બનાવવાની માંગ કરવામાં આવી છે. જે બાદ હવે અન્ય રાજ્યોમાંથી પણ કોંગ્રેસ કમિટિ પ્રસ્તાવ પસાર કરી રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવામાં આવે તેવી માંગ કરી શકે છે.

કોંગ્રેસે ટોચના નેતાઓની બેઠક બાદ હાલમાં નક્કી કર્યું છે કે, જુનમાં પાર્ટી અધ્યક્ષની ચૂંટણી યોજાશે. આ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી બાદ થશે. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યુ  હતું. પરંતુ હવે ફરી તેમને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે જ્યારે રાહુલ ગાંધી ફરીવાર અધ્યક્ષ નહી બનવા પર મક્કમ છે.

જોકે ભલે રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષ બનવા નથી માંગતા પરંતુ તેઓ પાર્ટીની સત્તાના કેન્દ્રમાં રહે છે. પાર્ટીમાં તેમની અસહમતિ વિના કોઈ મોટો નિર્ણય નથી લેવામાં આવતો.

ગત મહિનામાં કોંગ્રેસના સિનિયર નેતાઓએ ચૂંટણીમાં કોંગ્રેસના સતત ખરાબ પ્રદર્શનને લઈને આત્મનિરીક્ષણ કરવા અને પાર્ટીને આગળ લઈ જવા માટે પૂર્ણકાલિન નેતૃત્વનું આહ્વાન કર્યું છે.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો