રાજ્યમાં આજે કોરોનાના કારણે એકપણ મોત નહી, નવા 315 સામે 335 દર્દીઓ થયાં સ્વસ્થ
અમદાવાદ, તા. 31 જાન્યુઆરી 2021, રવિવાર
રાજ્યમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે દરરોજ નોંધાતા પોઝિટિવ કેસોના આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. આજે રાજ્યમાં નવા 316 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 335 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,53,703 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
રાજ્યમાં હાલ 3,450 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 33 છે. જ્યારે 3,417 લોકો સ્ટેબલ છે. 2,53,703 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4387 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 9 મહિના પછી પહેલી વાર કોરોનાને કારણે ગુજરાતમાં એક પણ વ્યક્તિનું મોત નથી થયું.
રાજ્યમાં આજે બીજા તબક્કાનું રસીકરણ શરૂ થઇ ચુક્યું છે. કુલ 752 કેન્દ્રો પર 54,825 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 3,00,755 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થયું. આજે રાજ્યમાં હેલ્થ કેર વર્કર ઉપરાંત ફ્રન્ટલાઇન વર્કર્સને પણ રસીકરણમાં આવરી લેવાયા. જેમાં રાજ્યમાં 3 મ્યુનીસીપલ કમિશ્નર, 19 કલેક્ટર, 11 જિલ્લા વિકાસ અધિકારી અને 23 સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ દ્વારા રસી લેવામાં આવી.
આ સિવાય કોરોનાને લઈને એક રાહતના સમાચાર પણ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના એક પણ દર્દીઓના કોરોનાના કારણે મોત નથી થયું. જોકે ગુજરાતમાં અત્યાર સુધીનો કૂલ મૃત્યુઆંક 4387 પહોંચ્યો છે.
જિલ્લાઓની સ્થિતિ
અમદાવાદ કોર્પોરેશન 72, વડોદરા કોર્પોરેશન 67, સુરત કોર્પોરેશન 39, રાજકોટ કોર્પોરેશન 35, વડોદરા 12, રાજકોટ 10, કચ્છ 8, સુરત 8, મહેસાણા 7, જામનગર કોર્પોરેશન 6, ગાંધીનગર 5, જુનાગઢ 5, ગીર સોમનાથ 4, આણંદ 3, ભરૂચ 3, દાહોદ 3, ગાંધીનગર કોર્પોરેશન 3, મોરબી 3, સાબરકાંઠા 3, બનાસકાંઠા 2, જામનગર 2, જુનાગઢ કોર્પોરેશન 2, ખેડા 2, પંચમહાલ 2, સુરેન્દ્રનગર 2, અમદાવાદ 1, અમરેલી 1, ભાવનગર કોર્પોરેશન 1, છોટા ઉદેપુર 1, દેવભૂમિ દ્વારકા 1, મહીસાગર 1, નર્મદા 1, વલસાડ 1 કેસ સામે આવ્યા છે.
Comments
Post a Comment