સિંધુ બોર્ડ પર ખેડૂત આંદોલનની સામે ગામના લોકો રસ્તા પર ઉતર્યા, બોર્ડર ખાલી કરવાની કરી માગ
નવી દિલ્હી, તા. 28 જાન્યુઆરી 2021, ગુરૂવાર
કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રજાસત્તાક પર્વ પર ખેડુતોએ મચાવેલી ધમાલને લઇને દિલ્હીના સિંધૂ બોર્ડરની પાસેના ગામના લોકોનો ગુસ્સે ભરાયા છે આજે ગામના લોકો ખેડુતોની સામે પ્રદર્શન કર્યું અને હાઇવે ખાલી કરવાની માગ કરી. ગામના લોકોનું કહેવું છે કે લાલ કિલ્લા પર જ રીતે તિરંગોનું અપમાન કરવામાં આવ્યું છે તે કયારેય સાંખી લેવામાં નહીં આવે. ગામના લોકો ઉપરાંત હિન્દૂ સેના સંગઠને પણ હાઇવે ખાલી કરવાની માગ કરી છે.
મહેબૂબા મુફ્તીએ બીજેપીને આડે હાથ લીધી
જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ દિલ્હીં હિંસાને લઇને કહ્યું કે, દીપ સિદ્ધૂ બીજેપીનો આદમી છે. ખેડુતોના આંદોલનને બદનામ કરવા માટે હિંસાનું કાવતરુ ઘડવામાં આવ્યું, દીપ સિદ્ધૂ સની દેઓલ માટે કામ કરે છે.
પોલીસ પગલાના ડરથી રાતભર ખેડૂતો જાગતા રહ્યા, દિલ્હીના સીમાડે આખી રાત ફફડતા રહ્યા
પ્રજાસત્તાક દિને ટ્રેક્ટર રેલીના નામે તોડફોડ અને હિંસા આચરનારા કહેવાતા ખેડૂતો મંગળ અને બુધવારે રાત્રે પોલીસ એક્શનના ડરે આખી રાત જાગતા રહ્યા હતા. ખેડૂત નેતા રાકેશ ટીકૈતે એવો આક્ષેપ કર્યો હતો કે પોલીસે અમારા કેમ્પનો વીજ પુરવઠો કાપી નાખ્યો હતો. ટીકૈતે કેન્દ્ર સરકાર અને પોલી પર એવો આક્ષેપ કર્યો હતો કે અમારા આંદોલનને કચડી નાખવાના પ્રયાસો કરાઇ રહ્યા હતા. ટીકૈતે એવો પણ આક્ષેપ કર્યો હતો કે વહીવટી તંત્રે માહોલને બિહામણું કરી નાખ્યું હતું. ખેડૂતોમાં ડર પેસી ગયો હતો કે પોલીસ ગમે ત્યારે પગલાં લેશે. વહીવટી તંત્ર ઇચ્છે છે કે અમારું આંદોલન ભાંગી પડે.
હું મોઢું ખોલીશ તો તમે કોઇન મોઢું બતાવવા જેવા નહીં રહો: દીપ સિદ્ધુની ખેડૂત નેતાઓને ધમકી
પ્રજાસત્તાક દિને દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન લાલ કિલ્લા પર હિંસા આચરીને નિશાન સાહિબ ધ્વજ લગાડનારા પંજાબી અભિનેતા દીપ સિદ્ધુની એક વિડિયો ક્લીપ ફરતી થઇ હતી જેમાં એ ખેડૂત નેતાઓને ધમકી આપી રહેલો જોઇ સાંભળી શકાતો હતો. લાલ કિલ્લા પર નિશાન સાહિબ ધ્વજ લગાડ્યા પછી નાસી ગયેલા દીપે ખેડૂત નેતાઓને એવી ધમકી આપી હતી કે તમે મને ગદ્દાર અને ભાજપનો એજન્ટ કહો છો પરંતુ હું મોઢું ખોલીશ તો તમે કોઇન મોઢું બતાવવા જેવા નહીં રહો...હું તમારી પોલ ખોલી નાખીશ તો તમને દિલ્હીથી નાસી જવાનો માર્ગ સુદ્ધાં નહીં મળે.... ખેડુત નેતાઓએ પોતાનો બચાવ કરતાં લાલ કિલ્લામાં થયેલા હિંસાચારના માસ્ટરમાઇન્ડ તરીકે દીપ સિદ્ધુનું નામ આપ્યું હતું.
Comments
Post a Comment