BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને મળી હોસ્પિટલમાંથી રજા, એન્જિયોપ્લાસ્ટી બાદ થયા ડિસ્ચાર્જ
નવી દિલ્હી, તા. 31 જાન્યુઆરી 2021 રવિવાર
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને હાજર બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને હોસ્પિટલથી રજા મળી ગઈ છે. એન્જિયોપ્લાસ્ટી થયા બાદ તેમણે
હોસ્પિટલમાંથી રજા મળી છે. તેમણે એક અઠવાડિયા સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. ડૉક્ટરો અનુસાર સૌરવ ગાંગુલીની તબિયત હવે ઠીક છે.
તાજેતરમાં જ સૌરવ ગાંગુલીને હાર્ટ એટેકની ફરિયાદ થઈ હતી. ગાંગુલીની આ વર્ષના શરૂઆતમાં બે વાર એન્જિયોપ્લાસ્ટી થઈ ચૂકી છે. તેમની ધમનીમાં અવરોધ દૂર કરવા માટે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. પહેલી વાર એન્જિયોપ્લાસ્ટી બાદ સૌરવ ગાંગુલી ઘણા સ્વસ્થ જોવા મળ્યા હતા અને તેમણે આઈપીએલની તૈયારીઓનુ નિરીક્ષણ પણ કર્યુ હતુ પરંતુ બીજીવાર તબિયત ખરાબ થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ થવુ પડ્યુ હતુ.
સૌરવ ગાંગુલીને આ મહિનાની શરૂઆતમાં 2 જાન્યુઆરીએ હાર્ટ એટેક આવ્યો હતો જે બાદ તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. આ એન્જિયોપ્લાસ્ટી કલકતાના વુડલેન્ડસ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. 27 જાન્યુઆરીએ સૌરવ ગાંગુલીની તબિયત એક વાર ફરી બગડી ગઈ જે બાદ તેમણે કલકત્તાના અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ત્યાં ક્રિટિકલ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બીજી એન્જિયોપ્લાસ્ટીમાં BCCI ચીફના દિલમાં બે સ્ટન્ટ લગાવવામાં આવ્યા છે. લગભગ એક કલાકની આ પ્રક્રિયા બાદ તેમને બેડ પર શિફ્ટ કરવામાં આવ્યા હતા. સૌરવ ગાંગુલીની તબિયતની જાણકારી લેવા મમતા બેનર્જી પણ અપોલો હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન રાજ્યપાલ જગદીપ ધનકડે ટ્વીટ કરીને સૌરવ ગાંગુલીની તબિયત વિશે જાણકારી આપી હતી અને તેમને જલ્દી સાજા થવાની કામના કરી હતી.
Comments
Post a Comment