આમ આદમીના સ્વાસ્થ્યનો ખાસ ખ્યાલ, આત્મનિર્ભર હેલ્થ યોજનાનું એલાન

નવી દિલ્હી, તા.01 ફેબ્રુઆરી 2021, સોમવાર

નાણામંત્રી નિર્મલા સીતારામન સોમવારે બજેટ રજૂ કરી રહ્યાં છે. આ બજેટમાં કોરોના મહામારીથી પીડિત સામાન્ય માણસને રાહત આપવામાં આવશે તેમજ સ્વાસ્થ્ય સેવાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પડોશી દેશો સાથે તંગદિલી વધવાની સાથે સંરક્ષણ વધુ ખર્ચ કરીને સરકાર આિર્થક સુધારાઓને આગળ વધારવા પર ધ્યાન આપશે તેવી આશા રાખવામાં આવે છે. દરમિયાન નિર્મલા સિતારમણે આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાનું અને અમૃત યોજનામાં રૂપિયા ફાળવ્યા છે.

નાણા પ્રધાન નિર્મલા સિતારમણે સંસદમાં બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત કરી હતી. ત્યાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બજેટની કોપી આપી હતી. શુભેચ્છા મુલાકાત કરી હતી.દેશમાં આજે સામાન્ય બેજટ રજુ થઇ રહ્યું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે બજેટ રજુ કરશે. કોરોના કાળમાં અર્થવ્યવસ્થાની ધીમી પડેલી રફ્તાર ફરી વધારવા માટે આ બજેટ પર તમામની નજર છે. ટેક્સ હોય કે રોજગાર દરેક મોરચે દેશને આ બજેટથી ઘણી આશા છે.

આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાનું એલાન

નાણા મંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાનું એલાન કર્યુ. સરકાર તરફથી 64180 કરોડ રૂપિયા તેના માટે ફાળવવામાં આવ્યા છે અને સ્વાસ્થ્યના બજેટને વધારવામાં આવ્યું છે. આ સાથે જ સરકાર તરફથી WHOના સ્થાનિક મિશનને ભારતમાં લોન્ચ કરવામાં આવશે.

અમૃત યોજનામાં આટલા કરોડ રૂપિયા ફાળવ્યા

નાણા મંત્રી નિર્મલા સીતારમણે સ્વચ્છ ભારત મિશનને આગળ વધારવાનું એલાન કર્યુ. જે અંતર્ગત શહેરોમાં અમૃત યોજનાને આગળ વધારવામાં આવશે, તેના માટે 2,87,000 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા. તેની સાથે જ નાણા મંત્રી તરફથી મિશન પોષણ 2.0નું એલાન કરવામાં આવ્યું છે.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો