ટિકૈતની ટ્રિકથી ખેડૂત આંદોલનને મળી સંજીવની, ગાજીપુર બોર્ડર પર ઉમટી પડ્યો ખેડૂતોનો જુવાળ
નવી દિલ્હી, તા. 29 જાન્યુઆરી 2021, શુક્રવાર
પ્રજાસત્તાક દિવસની હિંસા બાદથી ખેડુક આંદોલન થોડુ નબળું પડી રહ્યું હોય તેમ જણાઈ રહ્યું હતું. ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમ્યાન થયેલ હિંસાની ઘટનાઓ બાદ પોલીસ પ્રશાસને પણ કડકાઈ વધારી દીધી હતી. અનેક ખેડૂત સંગઠનોએ આ આંદોલન માંથી ખુદને અલગ કરી દીધા છે. તો અનેક જગ્યાઓ પર ખેડૂતો પાછા જવા લાગ્યા હતા. આંદોલન નબળું પાડવાના સમાચારની વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કંઈક એવું કર્યું કે ખેડૂતો ધરણાસ્થળે પાછા આવી રહ્યા છે.
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતના આંસુ આંદોલન માટે સંજીવની બની ગયા. જ્યાં એક તરફ અટકળો લગાવવામાં આવી રહી હતી કે ખેડૂતો હવે પોતપોતાના ઘરે પાછા ફરી રહ્યા છે ત્યારે ગાજીપુર બોર્ડર પર સ્થિતિ આનાથી તદ્દન વિપરીત જોવા મળી રહી છે.
આત્મહત્યાની વાતથી રાતોરાત બાજી પલટી ગઇ
રાકેશ ટિકૈત મીડિયા સમક્ષ વાત કરતા ભાવુક થઇ ગયા હતા અને તેમણે પોલીસ તંત્ર પર ખોટી કાર્યવાહીનો આરોપ લગાવ્યો હતો. મીડિયા સાથે વાત કરતા ટિકૈતે ધમકી આપી હતી કે જો નવા કૃષિ કાયદા પરત ન કરવામાં આવ્યા તો તેઓ આત્મહત્યા કરી લેશે. તેમણે એમ પણ એલાન કર્યું કે જ્યાં સુધી તેમના ગામમાંથી લોકો પાણી લઈને નહિ આવે ત્યાંસુધી તેઓ પાણી પણ નહિ પીવે. ટિકૈતના આ નિવેદન બાદ નરમ પડી રહેલ ખેડૂત આંદોલનમાં ફરીએકવાર તેજી આવવા લાગી.
ટિકૈતના આંસુઓએ પલટી નાખ્યો ખેલ
પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની વાપસી અને ભારે પોલીસ બળની તૈનાતી વચ્ચે ટિકૈતના આંસુઓએ આંદોલનમાં મોટો ટ્વીસ્ટ લાવી દીધો. રાકેશના ભાઈ નરેશ ટિકૈતે પહેલા ધરણા ખતમ થવાની વાત કરી હતી. પરંતુ, રાકેશ ટિકૈતના ભાવુક થયા બાદ નરેશ ટિકૈતે પંચાયત બોલાવી હતી અને પંચાયતને સંબધં પણ કર્યું હતું. પંચાયત બાદ નરેશ ટિકૈતે જાહેરાત કરી હતી કે શુક્રવારે સવારે 11 વાગે મુઝફ્ફરનગર શહેરના રાજકીય ઇન્ટર કોલેજમાં મહાપંચાયત બોલાવશે. આ પાનહયાતમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.
Comments
Post a Comment