ખેડૂત આંદોલન તેજ બન્યું: ગાઝીપુર સરહદે ઇન્ટરનેટ સેવા બંધ કરાઈ, આંદોલનકારી ઉપવાસ પર ઉતર્યા

નવી દિલ્હી, તા. 30 જાન્યુઆરી 2021, શનિવાર

કેન્દ્રના કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન ફરી મજબૂત થઇ રહ્યું છે. ઉત્તર પ્રદેશ-દિલ્હીના ગાઝીપુર બોર્ડર પર ખેડૂત નેતા રાકેશ ટીકેટની આંખોમાં આસુ આવતો વીડિયો વાઇરલ થઇ ગયા બાદ અનેક ખેડૂતો ગાઝીપુર બોર્ડર પર એકઠા થયા છે. રાકેશ ટીકેતે પણ કહ્યું હતું કે 40 સેકંડમાં અમારૂ ખેડૂત આંદોલન ફરી શરૂ થઇ ગયું છે. 

મુઝફરનગરમાં શુક્રવારે થયેલ મહાપંચાયમાં ખેડૂતોએ દિલ્હી કુચ કરવાનુ એલાન કર્યું હતું. તો 26 જાન્યુઆરીની હિંસા પર દુઃખ પ્રકટ કરતા ખેડૂતો મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર ઉપવાસ રાખશે. ખેડૂતો આઠ કલાકની ભૂખ હડતાલ પર ઉતરી ગયા છે. ત્યારે બીજી બાજુ ગાઝીપુર બોર્ડર પર ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.


ગાઝીપુર બોર્ડર વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ રોકવામાં આવી
ગાઝીપુર બોર્ડર અને આજુબાજુના વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. જણાવી દઈએ કે ગાઝીપુર બોર્ડર પર ખેડૂત નેતા રાકેશ ટિકેટનું આંદોલન ઝારી છે. આ પહેલા ખેડૂત નેતા દર્શનપાલ સિંહે સિંઘુ બોર્ડર પર ઇન્ટરનેટ સેવા ચાલુ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું અમારી વાતો લોકો સુધી ન પહોંચે માટે ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.

સિંઘુ સરહદે હથિયારો, લાકડીઓ સાથે ટોળું ખેડૂતોને ખસેડવા આવતા અથડામણ
સિંઘુ બોર્ડર પર એક ટોળુ હિથયારો અને લાકડીઓ સાથે ખેડૂતો વિરોધ કરવા આવેલું, બાદમાં સામસામે પથૃથરમારો થતા હિંસા ભડકી હતી. જેને બાદમાં શાંત કરી લેવાઇ હતી.  સિંઘુ બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો આંદોલન પર બેઠા હતા એવામાં એક 100 જેટલા લોકોનું ટોળુ ત્યાં  હિથયારો અને લાકડીઓ લઇને આવ્યું અને પથૃથરમારો કરવા લાગ્યું, બાદમાં ખેડૂતો અને તેમનો વિરોધ કરવા આવેલા લોકો વચ્ચે ઘર્ષણ થતા મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી, આ પહેલા થયેલી હિંસામાં ખેડૂતો અને વિરોધીઓ બન્ને ઘાયલ થયા હતા. તેમને અટકાવવા આવેલી પોલીસ પર પણ હુમલા થયા હતા. કેટલાકના હાથમાં તસવારો પણ હતી. પોલીસે બાદમાં આંસુ ગેસના શેલ છોડયા હતા અને ટોળાને વિખોરી નાખ્યું હતું.


હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ખેડૂતો વિફર્યા
રાકેશ ટિકેતનો ભાવૂક રડતો વીડિયો સામે આવ્યા બાદ ખેડૂતોએ તેમના સમર્થનમાં ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક મહાપંચાયત બોલાવી હતી જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.  સ્થાનિક પ્રશાસન રાકેટ ટિકેત અને ખેડૂતોને ગાઝીપુર બોર્ડરેથી હટાવવાની તૈયારીમાં હતું, સાથે ખેડૂતોનો આરોપ છે કે સ્થાનિક ભાજપના નેતાઓ પોતાના માણસો સાથે ગાઝીપુર બોર્ડર આવી પહોંચ્યા હતા. સમગ્ર ઘટના વચ્ચે રાકેટ ટિકેત રોઇ પડયા હતા, તેમણે દાવો કર્યો હતો કે સરકારે ખેડૂતોને મળતુ પાણી વિજળી બંધ કરાવી દીધા છે. તેમણે ખેડૂતોને અપીલ કરી હતી કે મારા ગામથી ખેડૂતો પાણી લઇને નહીં આવે ત્યાં સુધી પાણી નહી પીવું. તેમની એક હાકલ બાદ હજારોની સંખ્યામાં ખેડૂતો ગાઝીપુર બોર્ડર પહોંચવા લાગ્યા, સાથે તેમના વતન મુઝફ્ફરનગરમાં હજારોની સંખ્યામાં ખેડૂતો મહાપંચાયતમાં જોડાયા હતા.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો