સુપ્રીમ કોર્ટે મુંબઇ હાઇકોર્ટના જજનું કન્ફર્મેશન અટકાવ્યું, જાતીય અત્યાચાર ને લઈને ચુકાદો આપ્યો હતો
- સેક્સ્યુઅલ અત્યાચારના બે આરોપીને શંકાનો લાભ આપીને છોડી મૂક્યા હતા
- જસ્ટિસ પુષ્પા ગનેડીવાલ પરમેનન્ટ નહીં થાય
નવી દિલ્હી/ મુંબઇ તા. 30 જાન્યુઆરી 2021 શનિવાર
કોઇ પુરુષ સ્ત્રીની સામે પેન્ટની ઝીપ ખોલે કે કીસ કરે એને જાતીય અત્યાચાર ગણી શકાય નહીં એવો વિવાદાસ્પદ ચુકાદો આપનારા મુંબઇ હાઇકોર્ટના જસ્ટિસ પુષ્પા ગનેડીવાલના કન્ફર્મેશનને સુપ્રીમ કોર્ટે અટકાવ્યું હતું.
જસ્ટિસ ગનેડીવાલ અત્યાર સુધી કામચલાઉ હોદ્દો (પ્રોબેશન ) ભોગવી રહ્યાં હતાં. તેમને કાયમી જજ તરીકેની નિમણૂક મળવાની તૈયારી હતી ત્યાં સુપ્રીમ કોર્ટે એમને કન્ફર્મ કરવા પર બંધી ફરમાવી હતી. અત્યાર પહેલાં સુપ્રીમ કોર્ટે આ મહિલા જજને કાયમી કરવાની ભલામણ કેન્દ્રને કરી હતી.
સુપ્રીમ કોર્ટના સૂત્રે જણાવ્યા મુજબ હવે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને કરેલી ભલામણ પાછી ખેંચી લેશે. આ મહિલા જજે જાતીય અત્યાચારની કરેલી વ્યાખ્યા અને પોક્સો હેઠળ પકડાયેલા આરોપીઓને નિર્દોષ જાહરે કરીને છોડી મુકવાનો ચુકાદો આપ્યો હતો. એ ચુકાદો સુપ્રીમ કોર્ટને યોગ્ય લાગ્યો નહોતો.
Comments
Post a Comment