બંગાળથી આવેલા ટીએમસીના બળવાખોર નેતાઓએ સાથએ અમિત શાહની મુલાકાત, આવતીકાલે સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે

નવી દિલ્હી, તા. 30 જાન્યુઆરી 2021, શનિવાર

બંગાળમાં વિધાનસભી ચૂંટણી પહેલા સત્તારુઢ તૃણમૂળ કોંગ્રેસને શનિવારે વધારે એક ઝટકો લાગ યો છે. હાલમાં જ મંત્રી પદ ઉપરથી રાજીનામુ આપનાર કદ્દાવાર નેતા રાજીવ બેનર્જી સહિત અન્ય બે ધારાસભ્યો અને અન્ય ત્રણ વરિષ્ઠ નેતાઓએ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે. જેની સાથે જ આ તમામ છ નતાઓ અનૌપચારિક રીતે ભાજપમાં જોડાયા છે.

ગૃહમંત્રી અમિત શાહે પોતાના નિવાસ સ્થાને ટીએમસીના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. અમિત શાહે આ તમામ નેતાઓને ખેસ પહેરાવીને તેમનું ભાજપમાં સ્વાગત કર્યુ હતું. જો કે ઔપચારિક રીતે આ તમામ નેતાઓ વતી કાલે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીની હાજરીમાં ભાજપમાં જોડાશે. 

પૂર્વ મંત્રી રાજીવ બેનર્જી સાથે જે લોકો ભાજપામાં જોડાયા છે તેમાં વૈશાલી ડાલમિયા, પ્રબીર ઘોષાલ, રથીન ચક્રવર્તી, પાર્થ સારથી ચટ્ટોપાધ્યાય અને અભિનેતા રુદ્રનીલ ઘોષનો સમવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે પહેલા અમિત શાહ બંગાળના પ્રવાસે જવાના હતા, પરંતુ દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે તેમનો પ્રવાસ રદ્દ થયો છે. ત્યારબાદ આ ટીએમસીના બળવાખોર નેતાઓને ભાજપ દ્વારા દિલ્હીમાં લવાયા હતા, જેમની સાથે અમિત શાહે મુલાકાત કરી છે.

ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રાય અને રાષ્ટ્રીય મહાસચિવ અને બંગાળના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયની આગેવાનીમાં આ તમામ નેતાઓ કોલકાતાથી દિલ્હી પહોંચ્યા હતા. અમિત શાહ સાથે મુલાકાત બાદ શનિવારે મોડી રાત્રે જ આ તમામ નેતાઓ ફરી બંગાળ પહોંચશે. આવતી કાલે પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં એક રેલીમાં તેઓ સામેલ થશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો