મન કી બાત: 26 જાન્યુઆરીએ તિરંગાનુ અપમાન જોઈ ખૂબ દુ:ખ થયુ - વડા પ્રધાન મોદી


નવી દિલ્હી, તા. 31 જાન્યુઆરી 2021 રવિવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યુ કે 26 જાન્યુઆરીએ તિરંગાનુ અપમાન જોઈને દેશ ખૂબ દુ:ખી થયો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે રાષ્ટ્રપતિ જી દ્વારા સંસદના સંયુક્ત સત્રના સંબોધન બાદ બજેટ સત્ર પણ શરૂ થઈ ગયુ છે.

આ તમામની વચ્ચે વધુ એક કાર્ય થયુ જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા હતા એ છે પદ્મ પુરસ્કારોની જાહેરાત. આ વર્ષે પણ, પુરસ્કાર મેળવનારમાં, તે લોકો સામેલ છે. જેમણે અલગ-અલગ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામ કર્યુ છે. પોતાના કાર્યથી કોઈકનુ જીવન બદલ્યુ છે, દેશને આગળ વધાર્યો છે.

પીએમ મોદીએ કહ્યુ કે રાષ્ટ્રે અસાધારણ કાર્ય કરી રહેલા લોકોને તેમની ઉપલબ્ધિઓ અને માનવતા પ્રત્યે તેમના યોગદાન માટે સન્માનિત કર્યા. એટલે, જમીની સ્તર પર કામ કરનાર Unsung Heroesને પદ્મ સન્માન આપવાની જે પરંપરા દેશે કેટલાક વર્ષ પહેલા શરૂ કરી હતી, તે આ વખતે પણ કાયમ રાખવામાં આવી છે.

પીએમ મોદીએ કહ્યુ કે આ મહિને, ક્રિકેટ પિચથી પણ ઘણા સારા સમાચાર મળ્યા. આપણી ક્રિકેટ ટીમે શરૂઆતી મુશ્કેલીઓ બાદ, શાનદાર વાપસી કરતા ઑસ્ટ્રેલિયામાં સિરીઝ જીતી. આપણા ખેલાડીઓનુ હાર્ડ વર્ક અને ટીમવર્ક પ્રેરિક કરનારૂ છે.

જે બાદ 26 જાન્યુઆરીએ દિલ્હી હિંસાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યુ કે આ સૌની વચ્ચે દિલ્હીમાં 26 જાન્યુઆરીએ તિરંગાનુ અપમાન જોઈ દેશ ઘણો દુ:ખી થયો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે