પાડોશી દેશમાં તખ્તાપલટઃ નેતા આંગ સાન સૂ કીની ધરપકડ, એક વર્ષ માટે ઇમરજન્સી


બર્મા, તા. 01 ફેબ્રુઆરી 2021 સોમવાર

ભારતના પાડોશી દેશ મ્યાન્મારમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી છે. મ્યાન્મારની સેનાએ તખ્તાપલટ કરતા આંગ સાન સૂ કી અને રાષ્ટ્રપતિ વિન મ્યિંટની ધરપકડ કરી લીધી છે અને એક વર્ષ માટે ઇમર્જન્સી લાદવામાં આવી છે. મ્યાન્માર સેન્ય ટેલિવિઝન અનુસાર સેનાએ એક વર્ષ માટે દેશ પર નિયંત્ર કરી લીધું છે અને સેનાના કમાન્ડર-ઇન-ચીફ મિન આંગ હલાઇંગને સત્તા સોંપવામાં આવે છે.

મ્યાન્માર સેનાએ જારી કરેલા નિવેદન અનુસાર ચૂંટણીમાં કરવામાં આવેલી ધોખાધડીને પગલે તખ્તાપલટ કરવામાં આવ્યો છે. આ સાથે જ દેશના અલગ-અલગ વિસ્તારમાં સેનાની ટુકડી તૈનાત કરવામાં આવી છે. મ્યાન્મારના મુખ્ય શહેર યાંગૂનમાં સીટી હોલ બહાર સૈના ખડકી દેવામાં આવી છે, જેથી કોઇ તખ્તાપલટનો વિરોધ ન કરી શકે.

મ્યાન્મારમાં 1962થી 2011 સુધી દેશમાં સૈન્ય રાજ રહ્યું છે. 2010માં પહેલીવાર ચૂંટણી યોજવામાં આવી હતી અને નાગરિક સરકાર બનીય જેમાં જનતા દ્વારા ચૂંટવામાં આવેલા પ્રતિનિધિને રાજ કરવાની તક મળી.

અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત કેટલાંય દેશોએ તખ્તાપલટ પર ચિંતા વ્યકત કરી અને મ્યાનમારની સેનાને કાયદાનું સમ્માન કરવાની અપીલ કરી છે. વ્હાઇટ હાઉસના પ્રવકતા જેન સાકીએ કહ્યું કે બર્માની સેના એ સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ કી અને અન્ય નાગરિક અધિકારીઓની ધરપકડ સહિત દેશના લોકતાંત્રિક સંક્રમણને ઓછું કરવા માટે પગલું ભર્યું છે.

મ્યાનમારની સેનાને ચેતવણી આપતા અમેરિકાએ કહ્યું કે અમેરિકાએ તાજેતરની ચૂંટણીમાં પરિણામોને બદલવા કે મ્યાનમારની લોકતાંત્રિક વ્યવસ્થામાં અડચણ ઉભી કરવાના પ્રયાસનો વિરોધ કર્યો છે અને જો આ તખ્તાપલટ ખત્મ નહીં થાય તો જવાબદાર લોકોની વિરૂદ્ધ કાર્યવાહી કરીશું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો