એટલુ પણ ના ડરો, મન કી બાતમાં ચીનની વાત પણ કરોઃ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સાધ્યુ નિશાન

નવી દિલ્હી, તા.31 જાન્યુઆરી 2021, રવિવાર 

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકો સાથે ફરી એક વખત મન કી બાત કરી હતી.જેના પર પણ રાહુલ ગાંધીએ કડાક્ષ કર્યો હતો.

ચીન દ્વારા સિક્કિમ બોર્ડર પાસે નવા રસ્તા અને સૈન્ય છાવણી બનાવવાના આવી રહેલા અહેવાલો વચ્ચે રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, પીએમ મોદીએ એટલુ પણ ડરવાની જરુર નથી.આજે તમે ચીનની વાત પણ કરો.

રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટની સાથે એક અખબારી અહેવાલને પણ જોડ્યો હતો.જેમાં કહેવામાં આવ્યુ છે કે, સેટેલાઈટ તસવીરો દ્વારા જાણવા મળ્યુ છે કે, સિક્કિમ બોર્ડર પાસે ચીન રસ્તા બનાવવામાં પડ્યુ છે અને નવી લશ્કરી પોસ્ટ પણ ઉભી કરી રહ્યુ છે.

આ અહેવાલ પ્રમાણે ચીને નાકુ લા બોર્ડર થી 30 કિલોમીટરના અંતરે એક મોટી સૈન્ય ચોકી બનાવવાનુ શરુ કર્યુ છે.તાજેતરમાં જ આ ક્ષેત્રમાં ભારત અને ચીનની સેના આમને સામને આવી ગઈ હતી અને બંને સેનાઓ વચ્ચે અથડામણ પણ થઈ હતી.જોકે એ પછી વિવાદનો સ્થાનિક સ્તરે જ ઉકેલ લાવી દેવાયો હતો.

જોકે નાકુ લા વિસ્તારમાં 2017 બાદ પહેલી વકત ચીનની હિલચાલ વધી છે.અહીંયા ચીન દ્વારા બનાવાઈ રહેલા નવા રસ્તા નજરે પડી રહ્યા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો