દેશમાં કોરોનાના 48,698 કેસ : ડેલ્ટા પ્લસના કેસો વધતાં કેન્દ્રની રાજ્યોને તાકિદ

વધુ 1183નાં મોત સાથે કુલ મૃત્યુઆંક 3,94,493
ભારતમાં અત્યાર સુધી કોરોનાના થયેલા ટેસ્ટની સંખ્યા 40 કરોડને પાર : ડેલ્ટા પ્લસથી અત્યાર સુધીમાં ત્રણનાં મોત
વધુ 61.69 લોકોને વેક્સિન અપાતા કુલ સંખ્યા 31.50 કરોડને પાર
નવી દિલ્હી : આજે દેશમાં કોરોનાના નવા 48609 કેસો નોંધવામાં આવ્યા હતાં. આ સાથે જ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 3,01,83,143 થઇ ગઇ છે. દિલ્હીમાં કોરોનાના ચાલુ વર્ષના સૌથી ઓછા 85 કેસો નોંધવામાં આવ્યા હતાં.
દિલ્હીમાં આજે કોરોનાને કારણે વધુ 9 લોકોનાં મોત થયા હતાં. બીજી કોરોના વાઇરસના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કુલ કેસોની સંખ્યા વધીને 52 થઇ ગયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી ત્રણ લોકોનાં મોત થયા છે.
કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં 1183 લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટીને 5,95,565 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 17,35,781 ટેસ્ટ કરવામાં આવ્યા હતાં જે પૈકી 48,698 કેસ પોઝિટીવ આવ્યા હતાં.
આ સાથે જ અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના કરવામાં આવેલા કુલ ટેસ્ટની સંખ્યા 40 કરોડને પાર થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 61.19 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. આ સાથે જ દેશમાં વેક્સિન લેનારા કુલ લોકોની સંખ્યા વધીને 31.50 કરોડ થઇ ગઇ છે.
કોરોના વાઇરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 22 નોંધવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે વેરિઅન્ટ અંગે ચિંતા વ્યક્ત કરી છે જો કે વૈજ્ઞાાનિકોના જણાવ્યા અનુસાર આ વેરિઅન્ટ વધુ ખતરનાક હોવાના પુરાવા મળ્યા નથી. છેલ્લ ત્રણ મહિનામાં 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસના કેસો સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસો સામે આવ્યા છે.
આ ઉપરાંત તમિલનાડુમાં 9, મધ્ય પ્રદેશમાં 7, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે અને આંધ્ર પ્રદેશ, ઓડિશા, રાજસૃથાન, જમ્મુ-કાશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક-એક દર્દી જોવા મળ્યા છે. મધ્ય પ્રદેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કારણે બે લોકોનાં મોત થયા છે. આ બંનેમાંથી કોઇએ પણ કોરોનાની વેક્સિન લીધી ન હતી. જ્યારે મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં આ વેરિઅન્ટથી સંક્રમિત એક વૃદ્ધ મહિલાનું મોત થયું છે.
નકલી રસી લીધા પછી સાંસદ મિમિ ચક્રવર્તી બીમાર
પશ્ચિમ બંગાળના અભિનેત્રીમાંથી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ બનેલાં મિમિ ચક્રવર્તી, બનાવટી કોરોના રસી લીધાના ચાર દિવસો પછી માંદા પડી ગયાં હતાં. જો કે જાદવપુરના આ સાંસદની સુશ્રૂષા કરી રહેલા ડોક્ટરે મિમિની બીમારીને બનાવટી રસીકરણ સાથે સાંકળવું એ હાલમાં ઘણું વહેલું ગણાશે એમ કહ્યું. મિમિ આજે સવાર ેગંભીર માંદા પડી જતાં એમના મદદનીશે પારિવારિક ડોક્ટરને બોલાવ્યા હતા.સાંસદને પિત્તાશય અને લીવર સંબંધી તકલીફો છે. એમને પેટની પણ બીમારી છે. જો કે એમની તબિયત સ્થિર છે.
Comments
Post a Comment