પંજશીરમાં લડાઈ તેજ બની, તાલિબાન અને નોર્ધન એલાયન્સ વચ્ચે અથડામણ, પુલ ઉડાવીને રસ્તો બંધ કરવા પ્રયત્ન
- સોમવારે રાતે પણ તાલિબાન અને નોર્ધન એલાયન્સના ફાઈટર્સ વચ્ચે ગોળીબાર થયો હતો. તે સમયે આશરે 7-8 તાલિબાની ફાઈટર્સ માર્યા ગયા હોવાના સમાચાર હતા. નવી દિલ્હી, તા. 01 સપ્ટેમ્બર, 2021, બુધવાર એક તરફ તાલિબાન સમગ્ર વિશ્વ સામે શાંતિથી અફઘાનિસ્તાનમાં સરકાર રચવાનો અને તેના સંચાલનનો દાવો કરી રહ્યું છે. પરંતુ બીજી બીજુ તાલિબાની ફાઈટર્સ સતત પંજશીર ક્ષેત્રોમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ મંગળવારે રાતે પણ તાલિબાને પંજશીરમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો હતો જ્યાં તેનો સામનો નોર્ધન એલાયન્સ (NA)ના ફાઈટર્સ સાથે થયો હતો. સ્થાનિક પત્રકાર નાતિક માલિકજાદા દ્વારા કરવામાં આવેલી ટ્વીટ પ્રમાણે અફઘાનિસ્તાનના પંજશીરના એન્ટ્રન્સ ખાતે ગુલબહાર વિસ્તારમાં તાલિબાની ફાઈટર્સ અને નોર્ધન એલાયન્સના ફાઈટર્સ વચ્ચે અથડામણ થઈ હતી. એટલું જ નહીં, તાલિબાને ત્યાં એક પુલ ઉડાવી દીધો હોવાના પણ સમાચાર છે. તે સિવાય અનેક ફાઈટર્સને ઝડપી લેવામાં આવ્યા છે. Panjshir Update: Breaking: Intense clashes going on between the Taliban and Resistance Forces in the Golbahar area, the entrance to Panjshir. There are un...