શેર માર્કેટનો જોશ હાઈ: સેન્સેક્સ પ્રથમ વાર 57000ને પાર, નિફ્ટીમાં પણ ઉછાળો
મુંબઈ, તા. 31 ઓગસ્ટ 2021 મંગળવાર
ભારતીય શેર બજાર આજે સવારે રેકોર્ડ ઉંચાઇએ ખુલ્યુ. BSE સેન્સેક્સ આજે 106 અંકોના ઉછાળ સાથે 56,995.15 પર ખુલ્યુ. સવારે 9.24 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 235 અંકોના ઉછાળ સાથે 57,124.78 સુધી પહોંચી ગયા તો અત્યાર સુધીનો તેનો રેકોર્ડ સ્તર છે. જો કે પછીથી માર્કેટ લાલ નિશાન પર આવી ગયું. માર્કેટમાં ઉતાર-ચડાવ જારી છે.
આ રીતે જ નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)ની નિફટી 16 અંકની તેજી સાથે 16,947.50 પર ખુલી. સવારે નિફટી 16 અંકના ઉછાળ સાથે 16,995.55 સુધી પહોંચી ગઈ છે. આઇટી ઇન્ડેક્સમાં 1%ની તેજી આવી. MMCG અને ફાર્મા શેરોમાં પણ તેજી જોવા મળી.
IT શેરોમાં જોરદાર હલચલ જોવા મળી રહી છે. ઓગસ્ટમાં 13% ઉછાળ સાથે નિફટી IT ઇન્ડેક્સે નવો શિખર બનાવ્યો છે. TCS, HCL TECH, L&T INFOTECH અને COFORGE ના શેર ALL TIME HIGH પર પહોંચ્યા છે.
ભારતીય શેરબજાર સપ્તાહના પહેલા દિવસે એટલે કે સોમવારે ધૂમ મચાવી હતી. બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીએ નવો રેકોર્ડ બહાવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 565329.2 પર 205 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો અને બપોરે 3.18 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 834 પોઈન્ટ વધીને 56,958.27 પર પહોંચ્યો હતો.
એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી 70 પોઈન્ટના વધારા સાથે 16,775.85 પર ખુલ્યો અને બપોરે 3.18 વાગ્યાની આસપાસ 245 પોઈન્ટના ઉછાળા સાથે 16,951.50 ની વિક્રમી સપાટીએ પહોંચ્યો. કારોબારના અંતે નિફ્ટી 225.85 પોઇન્ટના વધારા સાથે 16,931.05 પર બંધ થયો હતો.
Comments
Post a Comment