૨૦૨૧-૨૨ના પ્રથમ કવાર્ટરના જીડીપીમાં વિક્રમજનક ૨૦.૧ ટકાની વૃદ્ધિ



નવી દિલ્હી, તા. ૩૧

કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રથમ કવાર્ટરના જીડીપીના આંકડા જાહેર કરી દીધા છે. એપ્રિલથી જૂન, ૨૦૨૧માં જીડીપીનો વિકાસ દર ૨૦.૧ ટકા રહ્યો છે. જ્યારે ગયા વર્ષના પ્રથમ કવાર્ટરમાં જીડીપી કોરોના લોકડાઉનને પગલે  માઇનસ ૨૪.૪ ટકા રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ એપ્રિલથી જૂન, ૨૦૨૧ સુધીના સમયગાળામાં જીડીપી ૨૧.૪ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. જીડીપીમાં ઝડપી વૃદ્ધિ અર્થતંત્ર પાટા પર આવી ગયું હોવાના સંકેત મળી રહ્યાં છે. 

કેન્દ્ર સરકારના સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય  દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રથમ કવાર્ટરમાં જીડીપી ૩૨.૩૮ લાખ કરોડ રૃપિયા રહ્યું છે. જે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રથમ કવાર્ટરમાં ૨૬.૯૫ લાખ કરોડ રૃપિયા રહ્યું છે. એટલે કે ગયા વર્ષના પ્રથમ કવાર્ટરની સરખામણીમાં ચાલુ વર્ષના પ્રથમ કવાર્ટરમાં ૨૦.૧ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. 

કોરોના વાઇરસની બીજી ઘાતક લહેર છતાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ કવાર્ટરમાં જીડીપીમાં જોવા મળેલી વૃદ્ધિ ખરેખર નોંધપાત્ર છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી ઘાતક લહેરને કારણે દેશના મોટા ભાગના વિસ્તારોમાં આંશિક લોકડાઉન અમલી બનાવવામાં આવ્યો હતો. જો કે ગયા વર્ષની જેમ સંપૂર્ણ લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું ન હતું.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ કવાર્ટરમાં જોવા મળેલી ૨૦.૧ ટકાની વૃદ્ધિ જીડીપીના આંકડાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી ત્યારથી સૌથી વધુ છે. 

ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રથમ કવાર્ટરમાં જીડીપી માઇનસ ૨૪.૪ ટકા, બીજા કવાર્ટરમાં ૭.૫ ટકા, ત્રીજા કવાર્ટરમાં ૦.૪ ટકા જ્યારે ચોથા કવાર્ટરમાં ૧.૬ ટકા રહ્યો હતો. ૨૦૨૦-૨૧ના સમગ્ર વર્ષનો જીડીપી માઇનસ ૭.૩ ટકા રહ્યો હતો.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો