કાબુલ એરપોર્ટ પર ફરી એક વખત રોકેટ વડે હુમલો, ધૂમાડાના ગોટા વચ્ચે અનેક જગ્યાએ લાગી આગ


- 31 ઓગષ્ટ સુધીમાં અમેરિકી સેનાએ કાબુલ છોડવાનું છે અને તે પહેલા કાબુલ એરપોર્ટ અને આસપાસના વિસ્તારોને લઈ એલર્ટ જાહેર કરવામાં આવેલું

નવી દિલ્હી, તા. 30 ઓગષ્ટ, 2021, સોમવાર

અફઘાનિસ્તાનના કાબુલમાં સોમવારે સવારે ફરી એક વખત રોકેટનો મારો ચાલ્યો હતો. સવારે આશરે 6:40 કલાકે કાબુલ એરપોર્ટ પાસે રોકેટ વડે હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાથમિક વિગતો પ્રમાણે એક વાહનમાંથી આ રોકેટ્સને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. 

આ રોકેટ્સના કારણે અલગ-અલગ જગ્યાઓએ ધૂમાડાના ગોટે-ગોટા ઉઠ્યા હતા અને અનેક જગ્યાએ આગ પણ લાગી છે તથા કેટલાય વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. જોકે કોણે આ રોકેટ હુમલો કર્યો તેની કોઈ જાણકારી સામે નથી આવી.

સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે કાબુલ એરપોર્ટ પાસે યુનિવર્સિટીના કિનારેથી એક વાહનમાંથી રોકેટનો મારો કરવામાં આવ્યો હતો. કાબુલ એર ફીલ્ડ ડિફેન્સ સિસ્ટમે અનેક રોકેટ્સને નકામા બનાવી દીધા હતા. 

ઉલ્લેખનીય છે કે, 31 ઓગષ્ટ સુધીમાં અમેરિકી સેનાએ કાબુલ છોડવાનું છે અને તે પહેલા કાબુલ એરપોર્ટ અને આસપાસના વિસ્તારોને લઈ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. અગાઉ પણ કાબુલ એરપોર્ટ પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 13 અમેરિકી સૈનિક સહિત સેંકડો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 

ત્યાર બાદ અમેરિકા દ્વારા કાબુલમાં એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી જેમાં ISIS-Kના આતકંવાદીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. રવિવારે થયેલી એક સ્ટ્રાઈકમાં સામાન્ય લોકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જોકે અમેરિકા દ્વારા પહેલેથી જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું કે 31 ઓગષ્ટ સુધી કાબુલ એરપોર્ટ પર અનેક હુમલા કરવામાં આવી શકે છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો