મહિનાના પહેલા દિવસે મોંઘવારીનો માર, LPG સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો


- પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસની કિંમતોમાં થઈ રહેલા સતત વધારાના કારણે કેન્દ્ર સરકારે ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે

નવી દિલ્હી, તા. 01 સપ્ટેમ્બર, 2021, બુધવાર

પેટ્રોલિયમ કંપનીઓએ મહિનાના પહેલા દિવસે જ રાંધણ ગેસની કિંમતોમાં વધારો કરી દીધો છે. સબસિડી વગરના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે 19 કિગ્રાના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 75 રૂપિયાનો વધારો કરાયો છે. 

આ ભાવ વધારા સાથે જ દિલ્હીમાં ઘરેલુ વપરાશ માટેના 14.2 કિગ્રાના એલપીજી સિલિન્ડરની કિંમત 884.5 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે 19 કિગ્રાના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 75 રૂપિયાના વધારા સાથે દિલ્હીમાં તેની કિંમત 1,693 રૂપિયા થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલિયમ કંપનીઓ દર મહિનાની પહેલી અને 15મી તારીખે રાંધણ ગેસની કિંમતોની સમીક્ષા કરે છે. અગાઉ 1 જુલાઈના રોજ તેલ કંપનીઓએ રાંધણ ગેસના સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો. 

આટલો વધારો થયો

માત્ર 15 દિવસમાં જ સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે. સબસિડી વગરના 14.2 કિગ્રાના ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાના વધારા બાદ દિલ્હીમાં 14.2 કિગ્રાનો LPG સિલિન્ડર 884.5 રૂપિયાનો થઈ ગયો છે. જ્યારે અગાઉ તેની કિંમત 859.50 રૂપિયા હતી.

સરકાર પર દબાણ

પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસની કિંમતોમાં થઈ રહેલા સતત વધારાના કારણે કેન્દ્ર સરકારે ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે સરકારના કહેવા પ્રમાણે આ બધું આંતરરાષ્ટ્રીય કિંમતો પર નિર્ભર હોય છે અને તેમના હાથમાં વધારે કશું નથી. સરકારે સતત ગેસની કિંમતોમાં સબસિડી ખતમ કરતા જવાનો પ્રયત્ન કર્યો છે. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે