અમેરિકાની વિદાય સાથે પંજશીર પ્રાંત પર તાલિબાનનો ફરી હુમલો, બંને પક્ષે ભીષણ ગોળીબાર

નવી દિલ્હી,તા.31 ઓગસ્ટ 2021,મંગળવાર

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની વિદાય સાથે જ તાલિબાને હવે પંજશીર પ્રાંત જીતવા માટે હુમલો કર્યો છે.

તાલિબાન સામે જંગ લડી રહેલા નોર્ધન એલાયન્સે દાવો કર્યો છે કે, સોમવારની રાતે તાલિબાનના આતંકીઓએ પંજશીર ખીણમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન બંને તરફથી ફાયરિંગ થયુ હતુ અને તેમાં તાલિબાનના સાત થી આઠ લોકોના મોત પણ થયા છે. જ્યારે અમારા પણ બે જવાનો માર્યા ગયા છે.

ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનમાં તમામ પ્રાંતો પર કબ્જો જમાવનાર તાલિબાન હજી પંજશીર પ્રાંત પર વર્ચસ્વ જમાવી શક્યુ નથી.અહીંયા અહેમદ મસૂદની આગેવાનીમાં નોર્ધન એલાયન્સ તાલિબાનને ટક્કર આપી રહ્યુ છે.

અહમદ શાહ મસૂદની સાથે સાથે અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને અશરફ ઘનીના નાસી ગયા બાદ પોતાને કાર્યકારી રાષ્ટ્રપતિ ઘોષિત કરનાર અમરુલ્લા સાલેહ પણ તાલિબાનને પંજશીર પ્રાંતમાંથી ટ્કકર આપી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં તાલિબાને અહીંયા ઘૂસવાની કોશિશ કરી છે પણ દર વખતે તેને પછડાટ મળી છે. તાજેતરમાં પણ દાવો કરાયો હતો કે, અહીંયા તાલિબાનના સો આંતકીઓ માર્યા ગયા છે.

જોકે બંને પક્ષો વચ્ચે સમાધાન માટે પણ પ્રયત્ન થઈ રહ્યા છે. જોકે હજી તેમાં સફળતા મળી નથી. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો