ગુજરાતઃ બજરંગ દળના કાર્યકરોએ 'કામસૂત્ર' નામના પુસ્તકમાં લગાવી આગ, લગાવ્યો દેવી-દેવતાઓના અપમાનનો આરોપ


- ધમકી પણ આપી કે, આ વખતે પુસ્તક દુકાન બહાર સળગાવ્યું છે, જો ભવિષ્યમાં આ પુસ્તકનું વેચાણ ચાલુ રહ્યું તો દુકાન સાથે પુસ્તકોને સળગાવવામાં આવશે

નવી દિલ્હી, તા. 29 ઓગષ્ટ, 2021, રવિવાર

ગુજરાતના અમદાવાદમાં બજરંગ દળ દ્વારા 'કામસૂત્ર' નામના એક પુસ્તકને સળગાવવાની ઘટના સામે આવી છે. બજરંગ દળના સંયોજક જવલિત મહેતા અને બાકીના કાર્યકરોએ અમદાવાદના એસજી હાઈવે ખાતે આવેલી લેટીટ્યુટ નામની એક પુસ્તકની દુકાન બહાર 'કામસૂત્ર' નામના એક પુસ્તકને સળગાવી દીધું હતું. બજરંગ દળનો આરોપ છે કે, આ પુસ્તકમાં 'કામસૂત્ર'ના નામે હિંદુ દેવી-દેવતાઓની તસવીરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

બજરંગ દળના સંયોજક જવલિત મહેતાએ પુસ્તક સાથે વીડિયો પણ બનાવ્યો હતો. સાથે જ પુસ્તકના વેચાણકર્તાઓને ધમકી પણ આપી હતી કે, આ વખતે પુસ્તક દુકાન બહાર સળગાવ્યું છે, જો ભવિષ્યમાં આ પુસ્તકનું વેચાણ ચાલુ રહ્યું તો દુકાન સાથે પુસ્તકોને સળગાવવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, 'કામસૂત્ર' આચાર્ય વાત્સ્યાયન દ્વારા રચિત ગ્રંથ છે. રાજસ્થાનની દુર્લભ યૌન ચિત્રકારીની સાથે સાથે ખજુરાહો, કોર્ણાક વગેરેની શિલ્પકલા પણ કામસૂત્રમાંથી જ પ્રેરિત છે. એવું કહેવાય છે કે, વાત્સ્યાયને બ્રહ્મચર્ય અને પરમ સમાધિનો સહારો લઈને કામસૂત્રની રચના ગૃહસ્થ જીવનના નિર્વાહ માટે કરી હતી. વિશ્વની અનેક ભાષાઓમાં આ ગ્રંથનો અનુવાદ થઈ ચુક્યો છે. 

આ મહિને બજરંગ દળ સાથે સંકળાયેલી અન્ય ઘટના પણ સામે આવી હતી. બજરંગ દળના કાર્યકરો પર કાનપુરમાં એક મુસ્લિમ શખ્સ સાથે મારપીટ અને તેના પાસે બળજબરીથી જય શ્રી રામના નારા બોલાવવાનો આરોપ હતો. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો